Sat,15 August 2026,1:22 pm
Print
header

Breaking News: સાઉથ સુપર સ્ટાર વિજયની રેલીમાં દોડધામ, 39 લોકોનાં મોત- અનેક ઘાયલ

  • Published By Mahesh patel
  • 2025-09-27 22:35:49
  • /

વિજય થલાપતિની રેલીમાં 10,000 લોકો આવવાનો અંદાજ હતો અને આવ્યાં 30,000 લોકો 

ઓછી જગ્યામાં હજારોની સંખ્યામાં ભીડ ભેગી થતા થઇ દોડધામ

તમિલનાડુઃ કરુરમાં સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર વિજયની રેલીમાં દોડધામ મચી ગઇ હતી. રાજકીય પાર્ટી તમિલાગા વેત્ત્રી કઝાગમ(ટીવીકેના) પ્રમુખ અને ફિલ્મસ્ટાર વિજયની રાજકીય સભામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં છે અને અચાનક દોડધામ મચી ગઇ હતી, જેમાં અત્યાર સુધીમાં 39 લોકોનાં મોત થઇ ગયા છે અને અનેક લોકોનાં ઘાયલ થવાના અહેવાલ છે

આ દુર્ઘટના પર મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને તપાસના આદેશ આપી દીધા છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવાના સંકેત આપ્યાં છે. આ દુર્ઘટનામાં નાના બાળકોનાં પણ મોત થઇ ગયા હોવાના અહેવાલ છે.

પોલીસે લોકોને કાબૂમાં લેવા લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને સ્થિતી પર કાબૂ મેળવ્યો હતો, જો કે ત્યા સુધીમાં તો 39 જેટલા લોકોનાં મોત થઇ ગયા હતા.

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch