Fri,19 April 2024,6:39 pm
Print
header

એક્ટર- કોરિયોગ્રાફર રેમો ડિસોઝાને હાર્ટ અટેક, મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ

મુંબઇઃ ફેમસ ડાન્સ ડિરેક્ટર, કોરિયોગ્રાફર, એક્ટર અને 'ABCD' જેવી ફિલ્મોના ડિરેક્ટર રેમો ડિસોઝાને બપોરે અઢી વાગ્યાના આસપાસ હાર્ટ અટેક આવ્યો છે. તેમને તાત્કાલિક મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.જ્યાં તેમની એન્જિયોગ્રાફી કરીને તેમના હૃદયની નળીઓમાંથી બ્લોકેજ દૂર કરવામાં આવ્યાં છે. અત્યારે તેઓ ICUમાં  છે.

કોરિયોગ્રાફર અને ફિલ્મ ડાયરેક્ટર અહમદ ખાને આ વાતની પુષ્ટી કરી હતી.રેમો અહમદ ખાનના 6 વર્ષ સુધી ડાન્સ આસિસ્ટન્ટ રહી ચૂક્યા છે. હાલમાં રેમોની પત્ની લિઝ ડિસૂઝા તેમની સાથે  હોસ્પિટલમાં છે. જ્યાં તેમની તબિયત સ્થિર છે.

બોલીવુડમાં રેમો ડિસૂઝાને કરિયરની શરૂઆત બટૌર કોરિયોગ્રાફરથી થઇ હતી. કોરિગ્રાફરથી ડાયરેક્ટર બનેલા રેમો ડિસૂઝાએ અનેક હિટ ફિલ્મો બનાવી છે, તાજેતરમાં જ સ્ટ્રીટ ડાન્સર 3 ડી(Street Dancer 3D) રેમોની હિટ ફિલ્મ છે. આ વર્ષની રિલીઝ થયેલી આ ફિલ્મમાં વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર હતાં. રેમોના નામે ડિરેક્ટર તરીકે રેસ-3, ફ્લાઇંગ જેટ, ABCD-2 જેવી ફિલ્મો બોલે છે. તેમને 'બાજીવા મસ્તાની' ફિલ્મના 'દીવાની મસ્તાની' ગીત માટે બેસ્ટ કોરિયોગ્રાફીનો નેશનલ અવોર્ડ પણ મળી ચૂક્યો છે.

2 એપ્રિલ 1972ના રોજ કેરળમાં​​​​​​​ જન્મેલા રેમો ડિસોઝાનું મૂળ નામ રમેશ ગોપી હતું. તેમના પિતા કે. ગોપી ઇન્ડિયન એરફોર્સમાં શૅફ તરીકે કામ કરતા હતા. તેમના જામનગરના પોસ્ટિંગ દરમિયાન રેમોએ જામનગરની એરફોર્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.સ્કૂલકાળમાં તે એથ્લિટ હતા. તેમનો લુક, હેયર સ્ટાઈલ અને ડ્રેસિંગ સેન્સ ખૂબ વખાણાય છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch