Sat,17 October 2026,5:17 am
Print
header

અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર ભયંકર અકસ્માત, 5 લોકોનાં મોત

  • Published By
  • 2026-09-30 10:20:09
  • /

ઓવરટેક કરતી વખતે ખાનગી બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત થયો 

 

અમદાવાદઃ એક્સપ્રેસ હાઈવે પર આણંદ-નડિયાદ વચ્ચે સુરતથી રાજસ્થાન જઈ રહેલી ખાનગી બસને નડેલા ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ આણંદ ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.

 

સુરતથી રાજસ્થાન જઈ રહેલી ખાનગી બસને નડ્યો અકસ્માત

 

આ અકસ્માત સુરતથી રાજસ્થાન તરફ જઈ રહેલી ખાનગી બસ સાથે સર્જાયો હતો. બસ જ્યારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહી હતી, ત્યારે આણંદ-નડિયાદ વચ્ચેના માર્ગ પર ઓવરટેકિંગ લેનમાં અચાનક આ ગમખ્વાર દુર્ઘટના ઘટી હતી. બસમાં સવાર મુસાફરો કંઈ સમજે તે પહેલાં જ 5 લોકોનાં મોત થઇ ગયા હતા.

 

5 લોકોના ઘટના સ્થળે જ મોત, 4 ગંભીર રીતે ઈજાગ્રસ્ત


આ કાળજું કંપાવી દે તેવા અકસ્માતમાં 5 લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટના અંગેની જાણ થતાં જ રાહદારીઓ અને સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યાં હતા.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch