Sun,04 June 2023,2:21 am
Print
header

વડોદરા: એરફોર્સ નજીક અકસ્માતમાં 10 લોકોનાં મોત, પતરાં કાપીને મૃતદેહો બહાર કઢાયા- Gujaratpost

કન્ટેનર ચાલકે કારચાલકને બચાવવા જતાં સ્ટિયરિંગ પરથી ગુમાવ્યો કાબૂ 

ફાયરબ્રિગેડ અને એરફોર્સની ટીમે છકડાનાં પતરાં કાપીને મૃતદેહો બહાર કાઢ્યાં

વડોદરા: દરજીપુરા એરફોર્સ પાસે ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માત કન્ટેનર અને છકડા વચ્ચે થયો હતો. ગંભીર અકસ્માતમાં કુલ 10 લોકોનાં મોત થઇ ગયા છે. અન્ય 3 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. ફાયરબ્રિગેડ અને એરફોર્સની ટીમે છકડાનાં પતરાં કાપીને મૃતદેહો બહાર કાઢ્યા હતા.

સુરતથી અમદાવાદ તરફ જતા કન્ટેનરે ફોર્ડ ફિગો ગાડીને ટક્કર મારી હતી અને રોંગ સાઈડ કન્ટેનર ઘૂસતા સામેથી આવતી રીક્ષાને ટક્કર મારી એરફોર્સની દીવાલ તોડી અંદર ઘુસ્યૂં હતું. દેવગડ બારીયાના વાંદર ગામનો પરિવાર અકસ્માતનો ભોગ બન્યો છે. આ લોકો ડાયાલિસીસી માટે વાઘોડિયાની પારૂલ હોસ્પિટલ જઈ રહ્યાં હતા. ઘટના સ્થળે ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતા. જ્યારે સયાજી હોસ્પિટલમાં અન્ય લોકોના મોત થયા છે.

સુરતથી અમદાવાદ જતા કન્ટેનરના ચાલકે કારચાલકને બચાવવા જતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેથી સામે રોંગ સાઇડથી આવી રહેલા 14 મુસાફર સવાર છકડાને અડફેટે લીધો હતો, તેમાં સવાર 2 બાળકો અને 1 મહિલા સહિત કુલ 10 લોકોનાં મોત થયાં છે.ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડ્યા હોવાનું જાણવા મળ્યું છે. ફાયરબ્રિગેડ સહિત સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી શરૂ કરાઈ હતી. કન્ટેનર એરફોર્સની દીવાલ તોડીને અંદર ઘૂસી ગયું હતું.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch