Thu,25 April 2024,4:22 am
Print
header

તંત્રના પાપે વધુ એક અકસ્માત ! કપડવંજ-નિરમાલી બિસ્માર રોડ પર અકસ્માતમાં ત્રણ લોકોનાં ઘટના સ્થળે જ મોત- Gujarat Post

સ્ટોરી- મહેશ આર પટેલ, એડિટર 

શું ઉદ્ધઘાટનોમાં ફોટો પડાવવા પહોંચી જતા ભાજપના નેતાઓને આ બિસ્માર રોડ નથી દેખાતા ? 

જો રસ્તો મંજુર થયેલો છે તો શું વધુ લોકોનાં મોતની રાહ જોવાઇ રહી છે ?

ક્યારે રિપેર થશે કપડવંજ-નિરમાલી રોડ  ? 

મૃતકો પ્રત્યે કોંગ્રેસના ધારાસભ્ય કાળુસિંહ ડાભીએ વ્યકત કર્યું દુ:ખ

(સીએનજી રીક્ષા અને પિયાગો રીક્ષા વચ્ચે અકસ્માત) 

ખેડાઃ ભાજપ રાજ્યમાં રોડ- રસ્તાઓ સારા બનાવવાની વાતો કરે છે પરંતુ જે બેઠકો પર કોંગ્રેસના ધારાસભ્યો છે તે વિસ્તારના વિકાસને લઇને ભેદભાવના અનેક આક્ષેપો લાગ્યા છે, આવો જ બિસ્માર રસ્તો છે કપડવંજ-નિરમાલી રોડ, આ રોડ પર અનેક ગામો આવેલા છે દિવસની હજારો લોકોની અવર જવર થાય છે પરંતુ રસ્તાની બિસ્માર હાલતને કારણે અહીં અકસ્માતોની સંખ્યાં સતત વધી રહ્યાં છે. લોકોનાં મોત થઇ રહ્યાં છે.

આજે સુલતાનપુર પાટીયા પાસે વધુ એક અકસ્માતમાં 3 લોકોનાં ઘટના સ્થળે જ મોત થઇ ગયા છે. સાંકડા અને બિસ્માર રસ્તા પર બે રિક્ષાઓની ટક્કર એવી ભયાનક હતી કે ત્રણ લોકોનાં ત્યાં જ મોત થઇ ગયા છે.જ્યારે બે લોકોને ઇજાઓ થતા તેમને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

કપડવંજથી નિરમાલી, મોટીઝેર થઇને અરવલ્લી જતો આ રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે રસ્તો સાંકડો છે અને અનેક ખાડાઓથી ભરેલો છે, તેમ છંતા સ્થાનિક ભાજપના નેતાઓ અને અધિકારીઓની આંખો ખુલતી નથી, છેલ્લા કેટલાક સમયથી આ રસ્તો ઠીક કરવાની માંગ ઉઠી છે, પરંતુ આજદિન સુધી આ રસ્તાનું કામ ચાલુ કરાયું નથી. આક્ષેપ છે કે અહીં વિધાનસભાની બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય હોવાથી ભાજપ ભેદભાવ કરીને વિકાસના કામોમાં રસ લેતી નથી. ત્યારે વારંવાર થતા અકસ્માતોને કારણે જનતામાં ભાજપ સરકાર સામે આક્રોશ વધી રહ્યો છે. આજના મૃતકના પરિવારજનો પણ આક્રોશમાં છે. 

ગુજરાત પોસ્ટ ન્યૂઝ સાથેની વાતચીતમાં કપડવંજ-કઠલાલ મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય કાળુસિંહ ડાભીએ મૃતકો પ્રત્યે સંવેદના દર્શાવીને દુખ વ્યક્ત કર્યું છે, અને કપડવંજ-નિરમાલીના આ રોડનું કામ ઝડપથી શરૂ કરવા જે તે વિભાગમાં તાત્કાલિક રજૂઆત કરી છે.

મૃતકોના નામ 

મંગળભાઈ રામાભાઈ ઝાલા, ગામ- ગૌચરના મુવાડા
કાંતાબેન ભુપતભાઈ સોલંકી ગામ- લખાભગતના મુવાડા
જશીબેન પુનમભાઈ પરમાર, ગામ- જાંબુડી

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar