Sat,20 April 2024,9:01 pm
Print
header

હવે આ PSI આવ્યાં ACB ના સકંજામાં, ફરિયાદી પાસેથી રૂ. 4 લાખ રોકડ, એસી, ફ્રીજ, ગીઝર પણ પડાવી લીધા

વલસાડઃ રાજ્યમાં એસીબીએ વધુ એક લાંચિયા પોલીસકર્મીને લાંચની રકમ સાથે ઝડપી પાડ્યો છે, ચલા પોલીસ ચોકી પર ફરજ બજાવતા વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પીએસઆઇ પી.એલ.દાફડા રૂપિયા 1 લાખની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઇ ગયો છે.

આરોપી પીએસઆઇએ ફ્લેટ નંબર-1 ડી-બ્લોક, સીટી પોઇન્ટ હાઉસિંગ સોસાયટી ગીતાનગર પોલીસ ચોકીએ, ફરિયાદીના ઘરે જઇને લાંચ લીધી હતી. ફરિયાદી મેડીકલ એજન્સીમાં અગાઉ નોકરી કરીને મિત્ર સાથે ભાગીદારીમાં મેડીકલ દવાનો હોલસેલ ધંધો શરૂ કરવાના હતા. તેમના મિત્ર રાજસ્થાન ગયેલા અને તેઓ રાજસ્થાન પોલીસ સ્ટેશનમાં કોઇ ગુનામાં સંડોવાઇ ગયા હતા. જેની તપાસ મામલે પીએસઆઇ દાફડાએ વોટ્સએપ કોલ કરીને 10 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી બાદમાં તેને ફસાવવાની ધમકી આપીને 20 લાખ રૂપિયાની માંગ કરી હતી. ફરિયાદી આટલી મોટી રકમ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો.

આરોપી પોલીસકર્મીએ અન્ય એક અરજીના સંદર્ભમાં 4 લાખ રૂપિયા ફરિયાદી પાસે પડાવી લીધા હતા આરોપી પીએસઆઇ દાફડાએ ફરિયાદી પર થયેલી અરજીથી તેને દબાવીને એસી, ફ્રીઝ, 2 સેટી, 2 ગાદી, કબાટ, એક ગીઝર સહિતની 86 હજાર રૂપિયાની વસ્તુઓ પણ દમ મારીને પડાવી લીધી હતી. કંટાળેલા ફરિયાદીએ હવે વધુ રૂપિયા ન આપવાનું નક્કિ કર્યુ હતુ જેથી તેમને વલસાડ અને ડાંગ એસીબીનો સંપર્ક કરીને આ લાંચિયા પીએસઆઇની પોલ ખોલી નાખી હતી, છટકુ ગોઠવીને 1 લાખ રૂપિયાની લાંચની રકમ સાથે આરોપી પીએસઆઇ દાફડાને ઝડપી પાડવામાં આવ્યો હતો. કે.આર.સક્સેના, પીઆઇ, વલસાડ, એસીબી, ડાંગ એસીબી અને સુપર વિઝન અધિકારી એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એસીબી, સુરત એકમની ટીમે આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch