પારડી પોલીસ સ્ટેશનમાં જમા મોટરસાયકલ છોડાવવા કોર્ટે માંગેલો પોલીસ અભિપ્રાય લખી આપવા પેટે રૂપિયા 6 હજારની લાંચ માંગી હતી
પોલીસ કોન્સ્ટેબલ અને GRD જવાનને ACB એ લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડ્યા
વલસાડઃ પારડી પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ગૌરવ રમેશ ડાભી અને GRD જવાન તરીકે ફરજ બજાવતા પ્રદિપ ગમન પટેલને એસીબીએ ઝડપી લીધા છે.મોટર સાયકલ છોડાવવા કોર્ટે માંગેલો પોલીસ અભિપ્રાય લખી આપવા ફરિયાદી પાસેથી 6 હજાર રુપિયાની લાંચ લેતા ACB એ રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ બંનેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પારડી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીના મિત્રની મોટર સાયકલ જમા હતી. જે છોડવા બાબતે નામદાર કોર્ટે પોલીસ અભિપ્રાય માંગ્યો હતો, અભિપ્રાય આપવા બાબતે પારડી પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ગૌરવ રમેશ ડાભી અને GRD જવાન પ્રદિપ ગમને 15000 રૂપિયાની લાંચની માંગ કરી હતી. રકઝકના અંતે 6000 રૂપિયા આપવાનું નક્કી થયું હતુ.
લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી તેમને ACB નો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી. ફરીયાદને આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોપીઓએ એકબીજાની સાંઠગાંઠથી ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને 6000 રૂપિયાની લાંચ લીધી અને ACBની ટીમે તેમને ઝડપી લીધા હતા ટ્રેપીંગ અધિકારી વી.એસ.પલાસ, પીઆઇ, નવસારી ACB અને સ્ટાફ સુપરવિઝન અધિકારી એ. કે.ચૌહાણ, મદદનીશ નિયામક, એસીબી સુરત એકમ અને તેમની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
પુત્ર ભાજપમાં ગયા પછી દિગ્ગજ નેતા છોટુભાઈ વસાવાએ ભારતીય આદિવાસી સેનાની કરી રચના, તો ભાજપમાં ઉમેદવારો સામે છે રોષ | 2024-03-27 09:38:41
ભાજપમાં બળવાની સ્થિતી..હવે ભાજપ કાર્યકરો પોતાના જ ઉમેદવારોનો વિરોધ કરી રહ્યાં છે, જાણો શું છે માંગ ? | 2024-03-27 08:49:01