Fri,26 April 2024,2:09 am
Print
header

ACB ટ્રેપમાં આવી ગયા આ નાયબ મામલતદાર, 10 હજાર રૂપિયાની લાંચ લીધી અને ઝડપાઇ ગયા- Gujarat Post

તમે પણ કરી શકો છો એસીબીનો સંપર્ક 

ભ્રષ્ટાચાર સામેની લડાઇમાં એસીબીને આપો સાથ 

ગાંધીનગરઃ એસીબીએ વધુ એક બાબુને લાંચ લેતા ઝડપી લીધા છે, ગીરીશકુમાર ગોવિંદલાલ પંડ્યા, નાયબ મામલતદાર (ચૂંટણી) ઇન્ચા. નાયબ મામલતદાર (ઇ-ધરા), માણસા મામલતદાર કચેરી, જિ.ગાંધીનગરને ઝડપી લીધા છે, લાંચિયા અધિકારીએ ફરિયાદી પાસે પહેલા 50 હજાર રૂપિયાની લાંચ માંગી હતી, જેમાં 10 હજાર રૂપિયા લેતા તે ઝડપાઇ ગયા છે. 

લાકરોડા ગામની સીમમાં ફરીયાદીના કબ્જાની માલિકીની વડીલો પાર્જીત જમીન છે. જેમાં ફરીયાદીએ વારસાઇ નોંધ દાખલ કરાવવા અરજી કરી હતી, આ અંગે મામલતદારે અરજી રજીસ્ટરેથી કમી કરવા હુકમ કરેલો હતો. પરંતુ આરોપી બાબુએ ફરિયાદીને કહ્યું કે પુન:વિચારણા કરીને નામ દાખલ કરાવવા પ્રાંત કચેરી ખાતે અપીલ કરવી પડશે. કલોલ પ્રાંત કચેરી ખાતે અપીલ દાખલ કરવાના ભ્રષ્ટ બાબુએ ફરીયાદી પાસે 50 હજાર રૂપિયાની લાંચ માંગી હતી, જેમાં 10 હજાર રૂપિયા લેતા આરોપી ઝડપાઇ ગયો છે. આરોપી નાયબ મામલતદારને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રેપિંગ અધિકારી:
શ્રી એસ.સી.શર્મા,
ફિલ્ડ પીઆઇ, ગાંધીનગર એસીબી એકમ

સુપરવિઝન અધિકારી:
એ.કે.પરમાર,
મદદનીશ નિયામક, ગાંધીનગર એકમ

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch