Wed,29 November 2023,12:33 am
Print
header

ACB નું ઓપરેશન- જામનગરમાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

જામનગરઃ એસીબીએ જામનગરમાં વધુ એક ઓપરેશન કર્યું છે. ફરીયાદીના ધર્મના બહેનના પુત્રની વિરુદ્ધ કલ્પેશ પ્રતાપભાઈ ઠાકરીયા, અનાર્મ હેડ કોન્સ્ટેબલ, વર્ગ-3, ખોડિયાર પોલીસ ચોકી, સિટી સી પોલીસ સ્ટેશને બે માસ પહેલા ઇંગ્લિશ દારૂની એક બોટલ તથા બીયરના બે ટીનનો ગુનો દાખલ કર્યો હતો. જેમાં આરોપીની અટક કરવામાં આવેલી હતી. જેમાં પોલીસકર્મી કલ્પેશે ખોટી હેરાન ગતિ નહીં કરવા અને બીજા લોકોનાં નામ નહીં ખોલવાના અવેજ પેટે ફરિયાદી પાસે અગાઉ રૂ. 30,000 ની લાંચની માંગણી કરી હતી.

જેમાં પહેલા રૂ. 8,000 લઇ લીધેલા હતા, બાકીના રૂ. 22,000 આજનો આપવાનો વાયદો કર્યો હતો. બાકીની રકમ ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોવાથી જામનગર એ.સી.બી. પો.સ્ટે. ખાતે ફરિયાદ આપી હતી. જેને આધારે લાંચના છટકાનું આયોજન કરાયું હતુ. આરોપી કલ્પેશે આ રૂપિયા હરપાલસિંહ ગણપતસિંહ જાડેજા, હોમગાર્ડ ખોડિયાર પોલીસ ચોકી, સિટી સી પોલીસ સ્ટેશનને આપી દેવા કહ્યું હતુ.

આરોપી વતી હરપાલસિંહ લાંચની રકમ રૂ. 22,000 સ્વીકારતા એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા. હાલમાં એસીબીએ આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.

ટ્રેપીંગ અધિકારી: એન.આર.ગોહેલ, પોલીસ ઇન્સ્પેકટર,જામનગર એ.સી.બી. પો.સ્ટેશન તથા એ.સી.બી. સ્ટાફ

સુપરવિઝન અધિકારી: વી. કે. પંડ્યા, મદદનીશ નિયામક, એ.સી.બી રાજકોટ એકમ

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch