Tue,26 September 2023,5:49 am
Print
header

ACB ના સંકજામાં ફસાયા બે સરકારી બાબુઓ, રૂ.35,000 ની લાંચ લેતા ઝડપી પાડ્યા

જામનગરઃ વધુ બે પોલીસકર્મી લાંચના છટકામાં આવી ગયા છે. ધોરાજીમાં પકડાયેલા ઢોરને ઇન્જેકશન આપવાના ગુન્હામાં ફરિયાદીની સંડોવણી હતી. જેમાંથી તેનું નામ કાઢી નાખવા માટે પરવેઝ સમા, એ.એસ.આઇ, રાજકોટ ગ્રામ્ય એસઓજીએ 50 હજાર રૂપિયાની લાંચ માંગી હતી.રકજકને અંતે રૂ.35,000 આપવાના નક્કી કર્યાં હતા.

ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી. પો.સ્ટેશન, જામનગર ખાતે ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદને આધારે જૂના જકાતનાકા પાસે લાંચના છટકાનું આયોજન કરાયું હતુ, ફરીયાદીએ પરવેઝ સમા સાથે મોબાઇલ પર વાત કરીને લાંચની વાત કરી હતી અને હમીદ જુસબભાઇ પરીયાણી, એ.એસ.આઇ. ઉદ્યોનગર પોલીસ ચોકી, સીટી-સી ડીવીઝન પો.સ્ટે, જામનગરને આ રકમ આપી દેવા જણાવ્યું હતું 

હમીદે પંચની હાજરીમાં ફરીયાદી પાસેથી લાંચની રકમની લઇને આરોપી પરવેઝને પૈસા મળી ગયા અંગેની જાણ કરી હતી, આરોપીએ લાંચના રૂ. 35,000 કેશવ હોટલ પાસે,જામનગરમાં લીધા અને એસીબીએ તેને ઝડપી પાડ્યો હતો.

ટ્રેપીંગ અધિકારી

એન.આર.ગોહેલ, પોલીસ ઇન્સ્પેકટર એ.સી.બી. પો.સ્ટે. જામનગર 

સુપરવિઝન અધિકારી

વી.કે.પંડયા,

મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch