Wed,16 September 2026,3:45 pm
Print
header

સૂરજબારી ફોરેસ્ટ ચેકપોસ્ટ પર ACB નો સપાટો: પાસમાં સિક્કો મારવા લાંચ લેતા વનરક્ષક અને વચેટિયો ઝડપાયા

  • Published By
  • 2026-08-25 17:12:57
  • /
  • ACB ની વધુ એક સફળ ટ્રેપ
  • રૂ. 100 ની લાંચ લીધી હતી

ભૂજઃ કચ્છમાંથી લાકડા ભરીને નીકળતા વાહનો પાસેથી ગેરકાયદેસર નાણાં પડાવવાના ચાલતા નેટવર્ક પર લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB)એ તવાઈ બોલાવી છે. ભચાઉ નોર્મલ રેન્જ હેઠળ આવતી સૂરજબારી ફોરેસ્ટ ચેકપોસ્ટ ખાતે વનરક્ષકના કહેવાથી રૂ. 100ની લાંચ સ્વીકારતા ખાનગી વ્યક્તિ અને સંડોવાયેલ વનરક્ષક સામે ACB એ લાલ આંખ કરી છે.

કચ્છ જિલ્લામાંથી પસાર થતા લાકડા ભરેલા વાહનોના ચાલકો પાસેથી વાહતુક પાસમાં સિક્કો મારી આપવા અને રજિસ્ટરમાં એન્ટ્રી કરવા માટે રૂ. 100થી 1000 સુધીની લાંચ ઉઘરાવાતી હોવાની ફરિયાદો મળી હતી. જેને આધારે પૂર્વ કચ્છ ACB ગાંધીધામ દ્વારા સફળ ડીકોય છટકું ગોઠવવામાં આવ્યું હતું.

આરોપીઓની ઓળખ જામનસા ઓસામણ સૈયદ (રહે. બુઢાર મોરા, તા. અંજાર, કચ્છ - ખાનગી વ્યક્તિ) તથા હરેશ હેમરાજભાઈ ચૌધરી (વનરક્ષક, ભચાઉ નોર્મલ રેન્જ, કચ્છ) તરીકે થઈ હતી. વનરક્ષકના ઈશારે ખાનગી વ્યક્તિ જામનસા સૈયદે જાગૃત નાગરિક પાસેથી રૂ.100ની લાંચની માંગણી કરી સ્વીકારતા જ ACB એ તેને રંગેહાથ ઝડપી પાડીને રકમ રિકવર કરી લીધી હતી.

કચ્છ (પૂર્વ) ACB પોલીસ સ્ટેશન ગાંધીધામના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી. ચૌધરી અને તેમની ટીમે આ સફળ ટ્રેપ હાથ ધરી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch