ઈડરઃ સહાયના હપ્તાના નામે લાંચ માગનારા સરકારી કર્મચારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે. હવે સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં એ.સી.બી.એ સફળ ટ્રેપ કરીને મનરેગા વિભાગના મસ્ટર કારકુનને 15,000 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે.
ફરિયાદીના પત્નીના નામે ‘દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના’ હેઠળ મકાન સહાય મંજૂર થઈ હતી. આ યોજના અંતર્ગત પ્રથમ હપ્તાના રૂ. 30,000 ફરિયાદીના બેંક ખાતામાં જમા થયા હતા. આ રકમ જમા થતાં જ ઈડર તાલુકા પંચાયત (ઔડા ગ્રામ પંચાયત) ના મનરેગા વિભાગમાં મસ્ટર કારકુન (મેટ) તરીકે ફરજ બજાવતા આરોપી રમેશચંદ્ર મણીલાલ પંડયાએ ફરિયાદીને ફોન કર્યો હતો. તેણે પ્રથમ હપ્તાની રકમમાંથી રૂ. 15,000 ની લાંચ પેટે માગણી કરી હતી અને મનરેગા યોજનામાં પણ કંઈક ઓછું કરી આપવાની વાતચીત કરી હતી.
ફરિયાદી લાંચની રકમ આપવા માગતા ન હોવાથી, તેમણે એ.સી.બી.નો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે એ.સી.બી.ની ટીમ દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇડરના દેશોતર ચાર રસ્તા પાસે આવેલા ‘માં પાર્લર’ ખાતે આરોપી રમેશચંદ્ર પંડયાએ ફરિયાદી સાથે લાંચની રકમ અંગે હેતુલક્ષી વાતચીત કરીને રૂ. 15,000 ની લાંચ સ્વીકારી હતી. તે જ સમયે એ.સી.બી.ની ટીમે દરોડા પાડીને આરોપીને સ્થળ પર જ પકડી પાડ્યો હતો અને લાંચની રકમ રૂ. 15,000 રિકવર કરી લીધી હતી.
ટ્રેપીંગ અધિકારી: એ.ડી.સુથાર
પોલીસ ઈન્સ્પેકટર, સાબરકાંઠા એ.સી.બી.પો.સ્ટે.
સુપરવિઝન અધિકારી: એ.કે.પરમાર, મદદનીશ નિયામક,
ગાંધીનગર એ.સી.બી. એકમ
ઇન્ચાર્જ અધિકારી: હરેશ મેવાડા, નાયબ નિયામક,
એ.સી.બી. અમદાવાદ
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે ! પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો છ દિવસનો દિલ્હી અનુભવ | 2026-09-15 20:14:11
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17
લાખો રૂપિયાનો પગાર લેતા કલાસ -1 અધિકારી સહિત બે ACB ના હાથે ઝડપાયા | 2026-09-10 13:08:06
ACB એ PSI ને રૂપિયા 1 લાખની લાંચ લેતા ઝડપી લીધા, પહેલા 2 લાખ રૂપિયાની કરી હતી માંગણી | 2026-09-05 19:27:05
મહિસાગરમાં નકલી લગ્ન કરાવનારી ગેંગનો પર્દાફાશ, દુલ્હન સહિત ત્રણ આરોપીઓની ધરપકડ | 2026-09-05 09:01:46
ભાવનગરમાં પતિએ પત્નીની ઢોર માર મારીને હત્યા કરી નાખી, હું જેલમાં હતો ત્યારે તું અન્ય વ્યક્તિ સાથે સંબંધ બાંધતી હતી | 2026-09-04 17:52:11