Tue,08 October 2024,8:25 am
Print
header

Acb એ 2 લાખ રૂપિયાની લાંચનો કર્યો પર્દાફાશ, ત્રણ લોકોમાંથી બે ઝડપાઇ ગયા

ભૂજઃ એસીબીએ 2 લોકોને લાંચ કેસમાં ઝડપી લીધા છે, વાઘસિંહ તેજસિંહ વાઘેલા, તલાટી કમ મંત્રી, કુકમા જૂથ ગ્રામ પંચાયત, વર્ગ-3, તા.ભૂજ-કચ્છ, ઉત્તમ શિવલાલ રાઠોડ, સભ્ય-કુકમા જૂથ ગ્રામ પંચાયત, નિરવ વિજયભાઇ પરમાર (પ્રજાજન), વેપારી, શિવસાગર નાસ્તા સેન્ટર(દાબેલી લારી) એ 2 લાખ રૂપિયાની લાંચ લીધી અને એસીબીએ આ ટ્રેપ કરી હતી.

શિવસાગર નાસ્તા સેન્ટર(દાબેલી લારી) કુકમા ગામ, બસ સ્ટેશન પાસે 2 લાખ રૂપિયાની લાંચ લેવાઇ હતી.

ફરીયાદીના કુકમા ખાતે આવેલા મકાનની આકારણી દાખલ કરવા ફરિયાદીએ તલાટીનો સંપર્ક કરેલો, જેમાં આ કામ કરાવવા માટે 4 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. જેમાં પહેલો હપ્તો આજે લેવાનો હતો, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો. જેમાં એસીબીના છટકામાં ત્રણ લોકો આવી ગયા હતા.

ઉત્તર રાઠોડ હાલમાં ફરાર છે અને અન્ય બે આરોપીઓને એસીબીએ ઝડપી લીધા છે, ત્યારે તમારી પાસે પણ કોઇ સરકારી બાબુ લાંચની માંગણી કરે છે તો તમે પણ એસીબીમાં ફરિયાદ કરી શકો છો. એસીબીનો ટોલ ફ્રી નંબર 1064 છે.

ટ્રેપીંગ અધિકારી: એલ.એસ.ચૌધરી,
ઇન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર, કચ્છ(પશ્વિમ) એ.સી.બી.પો.સ્‍ટે, ભૂજ

સુપર વિઝન અધિકારી: કે.એચ.ગોહિલ
મદદનિશ નિયામક.એ.સી.બી
બોર્ડર એકમ, ભૂજ-કચ્‍છ

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch