વડોદરાઃ એસીબીએ ટ્રેપ કરીને અનાર્મ લોક રક્ષકને ઝડપી લીધો છે. સરકાર તરફથી એ.એન.પ્રજાપતિ, પોલીસ ઈન્સ. વડોદરા શહેર એ.સી.બી, પોલીસ સ્ટેશને આ ડિકોયર કરી હતી. જેમાં અશોકકુમાર કનુજી મકવાણા, અનાર્મ લોક રક્ષક,વર્ગ-3, નોકરી- મોતીબાગ ટોઈંગ સ્ટેશન,પૂર્વ ઝોન, વડોદરા શહેર ટ્રાફિક શાખાને રૂપિયા 400 ની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યો છે.
એ.સી.બીને માહીતી મળી હતી કે,વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં નો પાર્કિંગ ઝોનમાં રહેલા વાહનોને વડોદરા શહેર ટ્રાફિક દ્વારા ટોઈંગ કરી ટોઈંગ સ્ટેશન ખાતે લાવવામાં આવે છે, જ્યાં ટોઈંગ સ્ટેશન ખાતે ફરજ પરના ટ્રાફિકના પોલીસ કર્મચારીઓ જુદા બહાના હેઠળ વાહન ચાલકોને મેમો નહીં આપવા બદલ વાહન ચાલકો પાસેથી રૂ.500 થી 700 સુધીની લાંચની માંગણી કરતા હતા. જેને આધારે ડીકોયરનો સાથ સહકાર મેળવીને ડિકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતુ. ડીકોય લાંચના છટકા દરમિયાન આરોપીએ ડિકોયરનું વાહન નો પાર્કિંગમાં મુકેલ હતુ જેથી તેને ટોઈંગ સ્ટેશન ખાતે લાવીને રૂપિયા 400ની લાંચ માંગવામાં આવી હતી. જેમાં આરોપી ઝડપાય ગયો છે.
ડીકોય કરનાર અધિકારીઃ એ. એન. પ્રજાપતિ
પોલીસ ઇન્સ્પેકટર, વડોદરા શહેર એ.સી.બી. પો.સ્ટે. તથા ટીમ
સુપરવિઝન અધિકારીઃ પી.એચ. ભેસાણીયા,
મદદનીશ નિયામક, એ.સી.બી., વડોદરા એકમ
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
પ્લેન ક્રેશ ઈમરજન્સી સમયે પાયલોટે આપ્યો હતો Mayday કોલ... જાણો આ શબ્દનો અર્થ | 2025-06-12 17:45:54
Breaking news: પ્લેન ક્રેશમાં મુસાફરો બળીને ખાખ થઇ ગયા, પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન | 2025-06-12 16:47:12
અમદાવાદમાં પ્લેન ક્રેશની આ રહી ભયાનક તસ્વીરો, ગુજરાત સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર | 2025-06-12 16:10:55
પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ ક્રેશ થયેલા પ્લેનમાં હતા, જે બિલ્ડીંગમાં પ્લેન પડ્યું હતુ તે બિલ્ડીંગમાં ઇન્ટર્ન ડોક્ટર્સ હતા | 2025-06-12 15:43:14
Breaking News: પ્લેન ક્રેશની આ રહી પ્રથમ તસવીર, મૃતદેહો સિવિલ હોસ્પિટલ લઇ જવાયા | 2025-06-12 14:43:12
Acb ટ્રેપઃ મનરેગાના ટેક્નીકલ આસિસ્ટન્ટ આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-05-31 21:54:26
Video: વડોદરામાં સોફિયા કુરેશીની બહેને પીએમ મોદીનું કર્યું સ્વાગત, રોડ શોમાં ઉમટ્યાં લોકો- Gujarat Post | 2025-05-26 11:07:44
Acb ની મોટી કાર્યવાહી, ફરિયાદીના રેકોર્ડિંગને આધારે વડોદરા મનપાના નાયબ કાર્યપાલ ઇજનેર સામે દોઢ લાખ રૂપિયાની લાંચ માંગવાનો ગુનો દાખલ | 2025-05-23 20:44:08
મંત્રી બચુ ખાબડે તો ભાજપ અને રાજ્ય સરકારની બરોબરની આબરૂ કાઢી, મનરેગા કૌભાંડમાં હવે બીજા પુત્રની પણ ધરપકડ | 2025-05-19 13:26:19
Breaking News: મનરેગાના કરોડો રૂપિયાના કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ | 2025-05-17 11:58:04