Tue,17 June 2025,10:43 am
Print
header

Acb ટ્રેપઃ મનરેગાના ટેક્નીકલ આસિસ્ટન્ટ આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

  • Published By
  • 2025-05-31 21:54:26
  • /

તાપીઃ મનરેગા યોજના હેઠળ કૂવો બનાવવા માટે ગ્રામ પંચાયતમાં લાભાર્થીના નામની પસંદગી થઇ હતી. જે અરજી ગ્રામ પંચાયત તરફથી તાલુકા પંચાયતની મનરેગા શાખામાં મોકલવામાં આવી હતી. જેમાં લાભાર્થીનો કૂવો બનાવવા માટે આ કામના આરોપી ફતેસિંગભાઇ શાંતુભાઇ ચૌધરી, ઉ.વ.53, હોદ્દો: ટેક્નીકલ આસિસ્ટન્ટ, મનરેગા શાખા, તાલુકા પંચાયત ડોલવણે (કરાર આધારિતે) સ્થળ પર ચકાસણી કરી હતી.

એસ્ટીમેન્ટ બનાવવાની વહીવટી પ્રક્રિયા કરીને વહીવટી મંજૂરી મેળવવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે રૂ.3500 ની લાંચની માંગણી કરાઇ હતી. જે રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી એસીબીમાં ફરિયાદ આપતા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી આરોપી ક્રિપા ઝેરોક્ષની બહાર, જી.ઇ.બી. ઓફિસની બાજુના શોપીંગ સેન્ટરમાં લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.

ડીકોય કરનાર અધિકારીઃ સુ.શ્રી એસ.એચ. ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર,
તાપી એ.સી.બી. પો.સ્ટે., વ્યારા તથા એ.સી.બી. ટીમ

સુપર વિઝન અધિકારીઃ આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક,
એ.સી.બી. સુરત એકમ

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch