Wed,22 January 2025,4:06 pm
Print
header

ACB ટ્રેપઃ આ સર્કલ ઓફિસર 5 હજાર રૂપિયયાની લાંચ લેતા પકડાયા

દાહોદઃ એસીબીની ઝપેટમાં સતત સરકારી બાબુઓ આવી રહ્યાં છે. લોકો હવે જાગૃત થઇ રહ્યાં છે જેથી લાંચ લેતા પહેલા વિચારજો બાબુઓ. ત્રણ દિવસ પહેલા રાજકોટમાં મહિલા કોન્ટેબલ લાંચ લેતા ઝડપાયા હતા અને હવે દાહોદમાં મંથનકુમાર જીવાભાઇ પરમાર ઉ.વ-31, નાયબ મામલતદાર, સર્કલ ઓફીસર સુખસર મામલતદાર કચેરી, ફતેપુરા 5,000 રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે.

ફરીયાદીને દારપણાના દાખલાની જરૂરીયાત હોવાથી ફરીયાદી મામલતદાર કચેરી ફતેપુરા ખાતે જઇને અરજી આપી હતી. ફરીયાદીના કાકાના છોકરાના નામે મિલકત આવેલી હોવાથી તેમના નામની અરજી તૈયાર કરાવી હતી. ફરીયાદીએ અરજી માલતદાર કચેરીની ટપાલ શાખામાં તા.25-10-2024ના રોજ આપી હતી. એક મહીનાનો સમય થતા દારપણાનો દાખલો ન મળતા ફરીયાદી મામલતદાર કચેરીમાં સર્કલ ઓફીસર મંથનભાઇને મળતા તેમને જણાવ્યું હતું કે અરજીના કાગળો કંઇક મુકાઇ ગયેલ છે. જે શોધી કાઢી તમને જણાવીશ.

ત્યારબાદ 7-1-2025 ના રોજ મામલતદાર કચેરી ફતેપુરા ખાતે અરજીમાં સુધારો કરવાનો હોવાથી નવેસરથી 50 રૂપિયાનો સ્ટેમ્પ કરીને અને  5000 સાથે લાવવા જણાવ્યું હતું. આ રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીમાં સંપર્ક કર્યો હતો. ફરિયાદને આધારે એસીબીએ લાંચનું છટકું ગોઠવીને સર્કલ ઓફિસરને મામલતદાર કચેરી ફતેપુરાના ભોય તળીયે આવેલી ઓફીસની અંદર લાંચ લેતા ઝડપી લીધા હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch