Thu,25 April 2024,6:32 am
Print
header

સુરત કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટર કપિલાબેન પર ACBનો સકંજો, રૂ.50,000ની લાંચમાં એકની ધરપકડ

સુરત: એન્ટી કરપ્શન બ્યુરો ઓફ ગુજરાતે(ACB) સુરત કોર્પોરેશનના વોર્ડ નંબર 18ના કોંગ્રેસી કોર્પોરેટર કપિલાબેન પટેલ સામે લાંચ કેસમાં સકંજો કસ્યો છે, ઉધના વિસ્તારમાં ફરિયાદીએ વેચાણ દસ્તાવેજથી એક પ્લોટની ખરીદી કરી હતી, જેમાં મંજૂરી પછી બાંધકામ કર્યું હતુ, પરંતુ બાંધકામ ગેરકાયદેસર હોવાની અરજી કોઇએ કરી હતી, જેમાં બાંધકામ ન તોડવા માટે કોર્પોરેટર કપિલાબેન પટેલ, તેમના પતિ પલ્કેશ પટેલના વતી અન્ય વ્યક્તિ હિતેશ મનુભાઇ પટેલે 1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી, જેમાં રૂ.50,000માં ડીલ નક્કિ થઇ હતી.

ફરિયાદીએ આ મામલે ACBનો સંપર્ક કરતા એસીબીએ સમગ્ર મામલે છટકુ ગોઠવી દીધું હતુ, જેમાં 50 હજાર રૂપિયાની લાંચની રકમ સાથે હિતેશ મનુભાઇ પટેલ નામના ખાનગી વ્યક્તિને ઝડપી પાડ્યો છે, જ્યારે કોંગ્રેસના ભ્રષ્ટ મહિલા કોર્પોરેટર કપિલા પટેલ અને તેમના પતિ પલ્કેશ પટેલ ફરાર છે,ACBએ ત્રણેય આરોપીઓ સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ કોંગ્રેસે પક્ષમાંથી લાંચિયા કોર્પોરેટરને બરતરફ કરીને તેમનું સભ્ય પદ રદ્દ કરી દીધું છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar