Fri,26 April 2024,5:19 am
Print
header

ACB એ સપાટો બોલાવી દીધો, સુરત GST ના ક્લાસ-1 અધિકારી પાંડોર સહિત 4 લોકો 1 લાખ રૂપિયાની લાંચમાં સપડાયા

એસ.એન.દેસાઇ, પીઆઇ, સુરત શહેર એસીબી, શ્રીમતી એ.કે.ચૌહાણ, પીઆઇ, એસીબી સુરત અને એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એસીબીની ટીમે સપાટો બોલાવી દીધો

સુરતઃ ભાજપ સરકારના રાજમાં સૌથી ભ્રષ્ટ બની ગયેલા જીએસટી વિભાગના અધિકારીઓ બેફામ બન્યાં છે બે દિવસ પહેલા અમદાવાદના ચાંદખેડામાં એક જીએસટી અધિકારીએ રૂપિયા 3 હજારની લાંચ લઇને ફરિયાદીને કારમાંથી નીચે ફેંકીને તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, હવે સુરતમાં જીએસટી વિભાગના ડીસી લેવલના અધિકારી નરસિંહ સરદારભાઇ પાંડોર 1 લાખ રૂપિયાની લાંચમાં ઝડપાઇ ગયા છે. તેઓ નાનપુરામાં આવેલી રાજ્યવેરા કમિશનરની કચેરીમાં ક્લાસ વન અધિકારી તરીકે ફરજ પર હતા. 

આ ભ્રષ્ટ અધિકારીની સાથે કિશોરચંદ્ર કાંતીલાલ પટેલ, વકીલ અને ટેક્ષ કન્સલટન્ટ, ખાનગી વ્યક્તિ ધર્મેશ મનહરગીરી ગોસ્વામી અને ખાનગી વ્યક્તિ વિનય હરીશ પટેલ પણ એસીબીની ઝપેટમાં આવી ગયા છે. આરોપીઓએ વુડ સ્ક્વેર, ટીજીબી હોટલની સામે, એલ.પી.સવાણી રોડ, અડાજણમાં લાંચ લીધી હતી. અધિકારી, વકીલ અને બંને ખાનગી વ્યક્તિઓએ ભેગા મળીને વેપારી પાસે લાંચ લીધી હતી. 

આ કામના ફરીયાદી ભાગીદારી પેઢી ધરાવે છે, તેમની પેઢીએ વર્ષ 2015-16 ના  જીએસટી રીટર્ન ભરેલા ન હોવાથી જીએસટી વિભાગ દ્વારા જીએસટી નંબર બંધ કરી દેવામાં આવ્યો હતો, ફરીયાદીએ તેઓની પેઢીનો જીએસટી નંબર ચાલુ કરાવવા પાંડોરનો સંપર્ક કરતા પાંડોરે તેમના મરતિયા વકીલ પાસે મોકલીને લાંચની માંગ કરી હતી. આ ગેંગે વેપારી પાસે બે લાખ રૂપિયાની લાંચ માંગી હતી અંતે એક લાખ રૂપિયામાં બધુ નક્કિ કરાયું હતુ. 50 હજાર રૂપિયા પહેલા પડાવી લેવાયા હતા, બાકીના રૂપિયા માટે માંગ થઇ રહી હતી, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો.

એસ.એન.દેસાઇ, પીઆઇ, સુરત શહેર એસીબી, શ્રીમતી એ.કે.ચૌહાણ, પીઆઇ, એસીબી સુરત અને એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એસીબીની ટીમે છટકું ગોઠવીને આરોપીઓને ઝડપી લીધા છે અને લાંચની રકમ રિકવર કરી છે. અમે તમને જણાવી દઇએ કે છેલ્લા કેટલાક સમયથી જીએસટીના અધિકારીઓ લાખો રૂપિયાની લાંચ લઇને વેપારીઓની હેરાનગતિ કરી રહ્યાં છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch