Thu,25 April 2024,11:30 am
Print
header

સરકારી બાબુઓ આવી રહ્યાં છે ACB ની ઝપેટમાં, રાજકોટમાં અનાર્મ મહિલા ASI લાંચ લેતા ઝડપાયા

રાજકોટઃ થોડા દિવસોથી સરકારી બાબુઓ સતત એસીબીની ઝપેટમાં આવી રહ્યાં છે, છતાં લાંચ લેવાનું ટાળતા નથી. જાણે કોઇનો ડર જ ન હોઇ તેમ તેઓ લાંચ લઇ જ રહ્યાં છે. માલવીયાનગર પો.સ્ટે, ઇન્વેસ્ટીગેશન રૂમની અંદર મહિલા ASIને લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા હતા.ફરીયાદી, તેમના પતિ અને અન્યની વિરૂધ્ધમાં માલવિયાનગર પો.સ્ટેમાં મારામારીનો ગુનો દાખલ થયો હતો.જેમાં ફરીયાદીના પતિને અટક કરવાના બાકી હતા. ફરીયાદી તપાસ કરનાર મહિલા એએસઆઇ ગીતાબેનને (ઉ.વ.50) મળતા તેઓએ ફરીયાદીના પતિને હાજર કરીને લોક-અપમાં નહીં રાખવા, માર નહીં મારવા અને જામીન પર મુક્ત કરી દેવાના અવેજ પેટે રૂ.20,000 ની લાંચની માંગણી કરી હતી.

ફરીયાદી પાસેથી અગાઉ રૂ.10,000 લીધા હતા અને બાકી રહેલા રૂ.10,000 ની રકમ આક્ષેપિતને ફોન કરીને આપવા જવા અંગેનો વાયદો કર્યો હતો. લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી એસીબી પો.સ્ટેશન રાજકોટમાં ફરીયાદ કરી હતી. ફરીયાદને આધારે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં લાંચનું છટકું ગોઠવાયું હતુ, અને મહિલા પોલીસકર્મી પંચની હાજરીમાં જ 10 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.

ટ્રેપીંગ અધિકારી
એચ.એમ.રાણા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એ.સી.બી. પો.સ્ટેશન, રાજકોટ શહેર

સુપરવિઝન અધિકારી

વી.કે.પંડયા, મદદનીશ નિયામક, એ.સી.બી, રાજકોટ એકમ

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch