અમદાવાદઃ શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલી પંકજ વિદ્યાલય કેમ્પસની કોલેજમાં ભ્રષ્ટાચારનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. નિવૃત્ત ઇન્ચાર્જ પ્રિન્સિપાલના હકના નાણાં છૂટા કરવા માટે લાંચ માંગનાર ટ્રસ્ટી વતી નાણાં સ્વીકારતા વોચમેનને એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યાં હતા.
એમ.એમ.પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનના નિવૃત્ત ઇન્ચાર્જ પ્રિન્સિપાલના પેન્શન, જી.પી.એફ. (GPF) અને રજાના રોકડ રૂપાંતરની ફાઈલો મંજૂર કરવાની હતી. આ કાયદેસરની પ્રક્રિયામાં સહી કરવાના બદલામાં કોલેજના ટ્રસ્ટી તિમિર અમીને ફરિયાદી પાસે રૂ. 5 લાખની લાંચની માંગણી કરી હતી. કુલ લાંચની રકમમાંથી રૂ.2 લાખ અગાઉ ચૂકવી દેવામાં આવ્યાં હતા. બાકીના રૂ. 3 લાખ માટે ટ્રસ્ટી દ્વારા વારંવાર દબાણ કરવામાં આવતું હતું.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ ગોઠવેલા છટકા દરમિયાન ટ્રસ્ટીએ આ રકમ કોલેજના વોચમેન મુરલીમનોહર ઝંડોલને આપવા જણાવ્યું હતું. જ્યારે વોચમેને ટ્રસ્ટી વતી ફરિયાદી પાસેથી રૂ.3 લાખની રોકડ સ્વીકારી, ત્યારે જ એસીબીની ટીમે તેને દબોચી લીધો હતો. જોકે, આ ટ્રેપની જાણ થતાં મુખ્ય આરોપી ટ્રસ્ટી તિમિર અમીન ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.
વેધ શ્રી એમ.એમ.પટેલ કોલેજ ઓફ એજયુકેશન, પંકજ વિદ્યાલય, અમદાવાદના ટ્રસ્ટી તિમિરભાઈ વિનુભાઈ અમીન તથા વોચમેન મુરલીમનોહર રામલાલજી ઝંડોલ વિરુદ્ધ રૂા.૩,૦૦,૦૦૦/-ની લાંચ લેવાના ગુનામાં આક્ષેપિત મુરલીમનોહર રામલાલજી ઝંડોલ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા.
— ACB Gujarat (@ACBGujarat) January 7, 2026
Dial 1064 @sanghaviharsh @PIYUSH_270871
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયોને ફોન પર કહ્યું કે આ હુમલો કોઈપણ રીતે વાજબી નથી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI-PSI સહિત 4 પોલીસકર્મી સસ્પેન્ડ; સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓનો ગંજીપો ચીપાયો | 2026-06-12 18:19:56
અમદાવાદ: પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 લોકોનાં મોત અંગે AAIB ના અંતિમ રિપોર્ટની હજુ પણ રાહ જોવાઈ રહી છે | 2026-06-12 14:34:46
સરકારનો મોટો નિર્ણય, આ ગ્રાહકો હવે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલ મેળવી શકશે નહીં | 2026-06-12 09:13:31
કેનેડામાં ફાયરિંગ અને આગચંપી કેસમાં 3 ભારતીય યુવકો દોષિત જાહેર: કોર્ટે ફટકારી જેલની સજા | 2026-06-11 18:02:19
ગુજરાતના નવા DGP બન્યાં જી.એસ.મલિક, તેમના સ્થાને કોણ બનશે અમદાવાદના નવા CP ? | 2026-06-06 17:21:50
અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુ આધેડને ઢોર માર મારનાર મહિલા PSI સોનલ રાઠોડ સસ્પેન્ડ | 2026-06-04 17:49:45
બિલ વગરનો માલ, SGST એ અમદાવાદમાં એક બસમાંથી 120 કિલો ચાંદી અને 700 ગ્રામ સોનું કર્યું જપ્ત | 2026-06-02 13:39:39