બનાસકાંઠાઃ ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ સફળ ટ્રેપ ગોઠવીને રામપુરા (દામા) ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યાં છે. 15માં નાણા પંચ અંતર્ગત થયેલા વિકાસના કામોના બિલ મંજૂર કરવા માટે તલાટીએ ટકાવારી પેટે નાણાંની માંગણી કરી હતી.
ફરિયાદીએ રામપુરા ગામે 15માં નાણા પંચ હેઠળ વિકાસલક્ષી કામો કર્યા હતા. આ કામોના બિલો મંજૂર કરાવવા માટે આરોપી તલાટી કીર્તિ કુમાર પ્રજાપતિએ ગેરકાયદેસર રીતે 15000 રૂપિયાની લાંચ (ટકાવારી પેટે) માંગી હતી.
ફરિયાદીએ રામપુરા ગામે 15માં નાણા પંચ હેઠળ વિકાસલક્ષી કામો કર્યા હતા. આ કામોના બિલો મંજૂર કરાવવા માટે આરોપી તલાટી કીર્તિ કુમાર પ્રજાપતિએ ગેરકાયદેસર રીતે 15000 રૂપિયાની લાંચ (ટકાવારી પેટે) માંગી હતી. ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે બનાસકાંઠા ACBનો સંપર્ક કર્યો હતો.
ફરિયાદના આધારે એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું. આજે રામપુરા ગ્રામ પંચાયત ખાતે આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે તેને દબોચી લીધો હતો. આરોપી પાસેથી લાંચના 15000 રૂપિયા પૂરેપૂરા રિકવર કરવામાં આવ્યાં છે.
ટ્રેપિંગ અધિકારી: એલ.એસ. ચૌધરી (પોલીસ ઇન્સ્પેક્ટર, બનાસકાંઠા ACB)
સુપરવિઝન અધિકારી: કે.એચ. ગોહિલ (મદદનીશ નિયામક, ACB બોર્ડર એકમ, ભૂજ)
ઇન્ચાર્જ અધિકારી: બલદેવસિંહ વાઘેલા (નાયબ નિયામક, ACB રાજકોટ એકમ)
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
અમદાવાદમાં રૂ. 226 કરોડના ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ, ડ્રગ્સ અને ટેરર ફંડિંગ સાથે જોડાયેલા છે તાર | 2026-05-20 08:52:41
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52
ખંભાળિયા- દ્વારકા હાઇવે પર ચાલતી કારમાં આગ, પિતા અને પુત્રી જીવતા સળગી ગયા | 2026-05-19 14:12:19