Sat,20 April 2024,1:58 am
Print
header

ઇન્કમટેક્સના કર્મચારી ACB ની ઝપેટમાં, માત્ર 400 રૂપિયાની લાંચમાં ભવિષ્ય ખરાબ કરી નાખ્યું

મહેસાણાઃ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એસીબી સક્રિય છે જેમાં થોડા જ દિવસો પહેલા જીએસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ દોઢ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા હતા જેમની સામે ઉંડી તપાસ ચાલી રહી છે. હવે ઇન્કમટેક્સ વિભાગમાં પણ એસીબીએ ઓપરેશન પાર પાડ્યુ છે, મહેસાણામા હર્ષદ કાંતિલાલ નાયી ટેકસ આસિસ્ટન્ટ,વર્ગ-૩, ઈન્કમટેક્સ ઓફિસ, વોર્ડ નંબર-1 અને અલ્પેશ બળદેવભાઈ શ્રીમાળી, પટાવાળાની પોસ્ટ (કરાર આધારિત) આ બંને એસીબીની ઝપેટમાં આવી ગયા છે. પટાવાળાને લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે જે આરોપી ટેક્સ આસિસ્ટન્ટ હર્ષદના કહેવાથી લાંચ લઇ રહ્યો હતો.

ફરીયાદીનું ઇન્કમટેક્ષ પાનકાર્ડ ખોવાઈ ગયેલું હતુ જેથી PAN નંબર જાણવા ફરિયાદીએ ઈન્કમટેક્સ ઓફિસ મહેસાણાનો સંપર્ક કરતા આ કામના આરોપીઓએ PAN નંબર શોધી આપવા રૂપિયા 500 ની લાંચની માંગણી કરી હતી, લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેઓએ એસીબીમાં ફરિયાદ કરતાં એસીબીએ ગોઠવેલા લાંચના છટકામાં બંને આરોપીઓ આવી ગયા હતા આરોપી રૂપિયા 400ની લાંચ લેતા ઝડપાયા છે 

એ.વાય. પટેલ, પીઆઇ, મહેસાણા એસીબી અને સુપરવિઝન અધિકારી એ.કે.પરમાર, મદદનીશ નિયામક, ગાંધીનગર એકમ અને તેમની ટીમે ઇન્કમટેક્સ કર્મચારીને લાંચ લેતા ઝડપી લીધા છે જેનાથી ઇન્કમટેક્સની ઓફિસમાં અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ છે હજારો રૂપિયાનો પગાર અને સુવિધાઓ મળે છે તેમ છંતા આવા કર્મચારીઓ લાંચ લેવાનું છોડતા નથી, આ કર્મચારીએ માત્ર 400 રૂપિયા માટે હવે પોતાનું ભવિષ્ય દાવ પર લગાવી દીધું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch