Sat,20 April 2024,7:11 pm
Print
header

લાખો રૂપિયામાં લાંચ લઇ રહ્યાં છે ગુજરાતના પોલીસકર્મીઓ, ACB એ મોટા લાંચકાંડનો પર્દાફાશ કર્યો

ચોટીલાઃ રાજ્યમાં કોરોનાની મહામારીમાં પણ ભ્રષ્ટ કર્મચારીઓ અને અધિકારીઓ કોઇની દયા ખાવા તૈયાર નથી, એન્ટી કરપ્શન બ્યુરોએ છેલ્લા કેટલાક દિવસમાં અનેક લાંચિયા બાબુઓને ઝડપી લીધા છે, આજે ચોટીલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનાર્મ પોલીસ હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ખુમાનસિંહ સોલંકીને રૂપિયા 1 લાખની લાંચની રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.

ફરિયાદીના કૌટુંબીક ભાઇ વિરૂધ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનમાં ઇગ્લીંશ દારૂનો કેસ થયેલો હતો, જે કેસના કામે આરોપીને રજુ કરી, માર નહીં મારવાના તથા હેરાનગતી નહીં કરવા માટે પોલીસકર્મીએ 1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી, ફરિયાદી આ રકમ આપવા માંગતા ન હતા, જેથી તેમને એસીબી રાજકોટમાં સપર્ક કરીને ભ્રષ્ટ પોલીસકર્મીનો પર્દાફાશ કર્યો હતો. એસીબીની ટીમે છટકુ ગોઠવીને 1 લાખ રૂપિયા લેવા આવેલા ભગીરથ સોલંકીને રંગે હાથ ઝડપી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે આ કેસ પરથી સ્પષ્ટ છે કે કેટલાક ભ્રષ્ટ પોલીસકર્મીઓ લાખોમાં લાંચ લઇ રહ્યાં છે.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch