Sat,20 April 2024,7:53 pm
Print
header

ACB નું ઓપરેશન, સુરતના ઉમરા પોલીસ સ્ટેશનના લોકરક્ષક રૂ.20 હજારની લાંચમાં ઝડપાયા- Gujarat Post

સુરતઃ એસીબીએ એજાઝ હુસૈન જુનેજા લોકરક્ષક વર્ગ-3 અને અમિત ધીરૂભાઈ રબારી લોકરક્ષક વર્ગ-3 ઉમરા પોલીસ સ્ટેશન, ને 20 હજાર રૂપિયાની લાંચમાં ઝડપી લીધા છે. આરોપીએ જમનાનગર પોલીસ ચોકી પાસે જ આ લાંચની રકમ લીધી હતી.જે રકમ એસીબીએ રિકવર કરી લીધી છે.

ફરીયાદી વિરુધ્ધ પૈસાની લેવડ દેવડ બાબતની પોલીસમાં અરજી આવી હતી. જો આ  અરજીનો નિકાલ કરવો હોય તો 20 હજાર રૂપિયા આપવા પડશે તેમ કહ્યું હતુ. નહીં તો તારી સામે ગુનો દાખલ થશે, બાદમાં ફરિયાદીએ એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરીને આ માહિતી આપી હતી.

ફરીયાદને આધારે એસીબીએ લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપીએ ફરીયાદી સાથે મોબાઇલ પર હેતુલક્ષી વાતચીત કરી હતી,તેમજ આરોપી એજાઝ હુસૈન જુનેજાના કહેવાથી અમિત ધીરૂભાઈ રબારીએ 20 હજાર રૂપિયાની લાંચ લીધી હતી. ત્યારે જ એસીબીએ રંગેહાથ તેને ઝડપી લીધો હતો. 

ટ્રેપીંગ અધિકારી એ.કે.ચૌહાણ, પો.ઇન્સ. એસીબી(ફિલ્ડ), સુરત એકમ, સુપરવિઝન અધિકારી એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એસીબી સુરત એકમ અને તેમની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch