Fri,19 April 2024,7:16 pm
Print
header

ACB એ આ ગામના તલાટીને લાંચ લેતા ઝડપી લીધા, જાણો કેટલી લીધી હતી લાંચ- Gujarat Post

એસીબીની સફળ ટ્રેપ, અરવલ્લીના માલપુરમાં તલાટી કમમંત્રી લાંચ કેસમાં ફસાયા

અરવલ્લીઃ ફરિયાદીની બહેનના લગ્નનું નોંધણી સર્ટીફીકેટ કઢાવવા સખવાણીયા ગૃપ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ લાંચ લીધી હતી. ફરિયાદી પોતાની બહેનનું લગ્ન નોંધણી સર્ટીફીકેટ કઢાવવા આરોપી પાસે ગયા હતા, 2014માં લગ્ન થયેલા હોવાથી રેકર્ડ જૂનું છે અને તે શોધવું પડશે તેમ કહીને આરોપી જયેશ જેઠાભાઈ પરમાર તલાટી કમ મંત્રી, સખવાણીયા ગૃપ ગ્રામ પંચાયત તા.માલપુરએ ફરિયાદી પાસે રૂ.1000 ની લાંચની માંગણી કરી હતી, 

ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એસીબીમાં ફરિયાદ આપી હતી. ફરિયાદને આધારે એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને પંચની હાજરીમાં લાંચ લીધી હતી. આરોપી તલાટી કમ મંત્રીની ચેમ્બર, સખવાણીયા ગૃપ ગ્રામ પંચાયતમાં લાંચ સ્વીકારતા ઝડપાઇ ગયા હતા. એસીબીએ આરોપીને ડીટેઈન કરેલ છે.

ટ્રેપીંગ અધિકારી વી.એન.ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર, સાબરકાંઠા એસીબી પો.સ્ટે. હિંમતનગર, સુપરવિઝન અધિકારી કે.બી.ચુડાસમા, ઇન્ચા.મદદનીશ નિયામક, ગાંધીનગર એકમ સહિતની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું હતું.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch