Fri,28 March 2025,1:07 am
Print
header

ખેડૂતો પાસેથી લાંચમાં લઇ લેતા કપાસ...બોટાદમાં ACB ના સંકજામાં આવ્યાં જીન સંચાલક અને કોમ્પ્યુટર ઓપરેટર

બોટાદઃ CCI(The Cotton Corporation of India) એ કષ્ટભંજન કોટન એન્ડ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ, ગઢડા ખાતે ખેડૂતો પાસેથી કપાસની ખરીદી કરે છે  કપાસની ખરીદીમાં CCI ના કર્મચારીઓ તથા કોટન જીનના સંચાલકો દ્વારા ખેડૂતોના કપાસની કોઇ વૈજ્ઞાનિક ઢબે ગુણવત્તાની ચકાસણી કર્યા વગર કપાસ નબળો છે અમે ખરીદી કરીશું નહીં, તેવા બહાના કાઢી ખેડૂતોને હેરાન કરાતા હતા. જેમાં કપાસનું વજન ઓછું દર્શાવીને અંગત નાણાંકીય લાભ મેળવતા હતા. જેમાં લાંચ તરીકે આ કપાસ લેવાતો હતો.

જેની બાતમીને આધારે ડિકોયરનો સહકાર મેળવીને લાંચના છટકાનું આયોજન કરાયું હતુ, જેમાં પંચની હાજરીમાં ડિકોયરનું કપાસ ભરેલા ટ્રેકટરનો કોમ્પ્યુટરરાઇઝ વજન કાંટો કરી તેમના કપાસની ગુણવત્તાની ચકાસણી કર્યા વગર કપાસ ખાલી કરાવી લીધો હતો. ટ્રેકટરનું વજન કરાવતા કોમ્પ્યુટરરાઇઝ વજનકાંટાની સ્લીપ આપેલી હતી, જેમાં કપાસનું નેટ વજન 2745 કિ.ગ્રા હતુ, બાદમાં ડીકોયર ઇનવોઇસ લેવા જતા CCI ઓનલાઇન સાઇટ બંધ થઇ ગઇ છે અને બિલ લેવા આવતીકાલે આવવા કહ્યું હતુ, આરોપી ઘનશ્યામ વિઠ્ઠલભાઇ બોદર( જીનના સંચાલકે) આમ કહ્યું હતુ.

જેથી 5 તારીખે ફરી વખત ડિકોયરને પંચ સાથે મોકલતા આરોપી ઘનશ્યામ બોદરે કોમ્પ્યુટરરાઇઝડ વજનકાંટાની પહોંચ જોઇ તેના ઉપરથી એક કાચી ચિઠ્ઠીમાં કપાસનું વજન 2745 કિ.ગ્રા.ના બદલે 2480 કિ.ગ્રા. કરી આપ્યું હતું. CCIનુ બીલ બનાવવા મોકલતા આરોપી ઘનશ્યામના કહેવાથી આરોપી અકરમઅલી S/o શૌકતઅલી પટવારી ઉં.વ.25, નોકરી- CCI(The Cotton Corporation of India)ના કોન્ટ્રાકટર બેઝ કોમ્પ્યુટર ઓપરેટરે CCI ના પોર્ટલમાં 2480 કિ.ગ્રા. કપાસ ખરીદીનું ઇનવોઇસ બનાવેલું હતું.

આ રીતે ઇનવોઇસ જોતા 20 કિલો કપાસના રૂ.1494 લેખે 1 કિલો કપાસના 74.71 રૂપિયા ભાવ મુજબ ઓછા હતા. 265 કિલો કપાસની કિંમત રૂ.19,798 થતી હતી, જેમાં CCI ના કર્મચારી તથા કોટન મીલના સંચાલકે સાથે મળીને કપાસની લાંચ લીધી કહી શકાય, આ સમયે જ તેઓ એસીબીના છટકામાં આવી ગયા હતા.

ટ્રેપીંગ અધીકારી - આર. ડી. સગર, પોલીસ ઇન્સ્પેકટર, બોટાદ એ.સી.બી. પો.સ્ટે. તથા બોટાદ એ.સી.બી. સ્ટાફ

સુપર વીઝન અધિકારી - એસ. એન. બારોટ, ઇન્ચાર્જ મદદનિશ નિયામક, ભાવનગર એકમ, ભાવનગર

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch