Thu,25 April 2024,2:33 pm
Print
header

વેક્સીનેશનને લઇને ચાલી રહેલી ગેર માન્યતાઓને દૂર કરવા આમ આદમી પાર્ટીની રજૂઆત

રાજ્ય સરકારની વેક્સીનેશન, ટેસ્ટીંગની કામગીરીને લઇને સરકાર પર ઉઠાવ્યાં સવાલ

અમદાવાદઃ રાજ્યમાં હાલ વેક્સીનેશનની કામગીરી ચાલી રહી છે. પરંતુ હજુ પણ વેક્સીનેશનને લઇને લોકોમાં અનેક પ્રકારની ગેર માન્યતાઓ છે. જેથી રાજ્ય સમયે સરકાર ધાર્યાં મુજબ કોરોના રસીકરણની કામગીરી નથી કરી શકતી. તેવામાં આમ આદમી પાર્ટીએ લોકોમાં વેક્સીનેશનને લઇને જાગૃતતા આવે તે માટે કામગીરી શરું કરી છે. જે અભિયાનના ભાગરુપે આજે જિલ્લા પ્રમાણે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. તેમજ રાજ્ય સરકારની કોરોના વેક્સીનેશન અને ટેસ્ટીંગની કામગીરીને લઇને ચાલતી બેદરકારી અંગે ધ્યાન દોર્યુ હતુ. 

ખાસ કરીને ટેસ્ટીંગની સંખ્યામાં કરવામાં આવેલા ઘટાડાને કારણે અનેક લોકોને કોરોના ટેસ્ટ માટે ધક્કા ખાવા પડે છે. આરટીપીસીઆર ટેસ્ટ મધ્યમ વર્ગને પોસાઇ તેમ નથી. આમ રાજ્ય સરકાર આંકડાને છુપાવી રહી છે. જે બાબત ચિંતાજનક છે. તેવામાં સરકારે માત્ર કોઇ મારું ગામ કોરોના મુક્ત ગામ જેવા અભિયાનના નામે તાયફા કરવાને બદલે નક્કર કામગીરી કરવાની જરુર છે. આમ આદમી પાર્ટીએ હાલની સ્થિતિમાં કોઇ પક્ષાપક્ષી કે રાજકારણ વિના સમાજને ઉપયોગી થવા માટે આ અભિયાન શરુ કર્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch