અમદાવાદઃ આમ આદમી પાર્ટીનો જીગ્નેશ મેવાણીને ટેકો આપતાં કહ્યું-IPS અધિકારીના પરિવારના લોકો કેમ રોડ પર નથી આવતા. દારૂ અને ડ્રગ્સના મુદ્દાને ઉઠાવવા બદલ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના ધારસભ્ય જીગ્નેશ મેવાણીને સમર્થન આપ્યું છે. કહ્યું લોકોના પ્રશ્નો માટે કોંગ્રેસને સમર્થન આપીશું. ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂ વિરુદ્ધ કોંગ્રેસ નેતાએ જોરદાર આંદોલન કર્યું છે.
આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ આક્ષેપ કર્યો છે કે, ગૃહમંત્રી નાના પોલીસ કર્મચારીના પરિવારના લોકોને રસ્તા પર ઉતારે છે, પણ અમારે પુછવું છે કે, મેવાણીનો વિરોધ કરવા માટે ગૃહ પ્રધાન કેમ કોઈ IPS અધિકારીના પરિવારના લોકોને રોડ પર ઉતારતા નથી. કોંગ્રેસે ભલે ખેડૂત આંદોલનમાં આમ આદમી પાર્ટીને સમર્થન ના આપ્યું હોય, અમે ભ્રષ્ટાચાર, કૌભાડ, દારૂ અને ડ્રગ્સના વિરોધ બાબતે કોંગ્રેસને સમર્થન આપીશું.
ઈસુદાન ગઢવીએ કહ્યું, SIR ની પ્રક્રિયામાં ગુજરાતના શિક્ષકો ફરજ નિભાવી રહ્યાં છે અને તેમના ખૂબ જ ટૂંકા સમયમાં આ કામગીરી પૂર્ણ કરવાનું ખૂબ ભારણ છે, જેના પરિણામે 6 BLO એ જીવ ગુમાવ્યાં છે ત્યારે આમ આદમી પાર્ટી વતી હું તેમને શ્રદ્ધાંજલિ પાઠવું છું. આજે જ્યારે ગુજરાતમાં SIR પ્રક્રિયામાં કામ કર્યા શિક્ષકો પર ખૂબ ભારણ છે ત્યારે એક જવાબદાર રાજનૈતિક પક્ષ તરીકે અમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના માર્ગદર્શન હેઠળ અમે BLO ને મદદરૂપ થવા નિર્ણય કર્યો છે. SIR પ્રક્રિયામાં અતિશય ભારણ હેઠળ કામ કરતા BLO ને તમામ રીતે મદદરૂપ થવા આજે અમે એક હેલ્પલાઇન નંબર જાહેર કરીએ છીએ.
BLO હેલ્પલાઇન નંબર- 91 04 91 81 96
— AAP Gujarat (@AAPGujarat) November 29, 2025
આજે જ્યારે ગુજરાતમાં SIR પ્રક્રિયામાં કામ કર્યા શિક્ષકો પર ખૂબ ભારણ છે ત્યારે એક જવાબદાર રાજનૈતિક પક્ષ તરીકે અમારા રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલના માર્ગદર્શન હેઠળ અમે BLO ને મદદરૂપ થવા નિર્ણય કર્યો છે.
SIR પ્રક્રિયામાં અતિશય ભારણ હેઠળ… pic.twitter.com/qFw0QE3ti8
કેરળના ત્રિશૂરમાં હાઇવે પર પાર્ક કરેલા ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાઇ, તમિલનાડુના 8 એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના મોત | 2026-09-05 09:26:12
નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં અત્યાર સુધીમાં 1,344 લોકોના મૃતદેહ મળ્યાં, 4,898 લોકો હજુ લાપતા | 2026-09-05 09:13:20
મહિસાગરમાં નકલી લગ્ન કરાવનારી ગેંગનો પર્દાફાશ, દુલ્હન સહિત ત્રણ આરોપીઓની ધરપકડ | 2026-09-05 09:01:46
મોજશોખ માટે અમદાવાદના પેલેડિયમ મોલમાંથી લાખો રૂપિયાના દાગીના ચોરનાર કર્મચારી પકડાયો | 2026-09-04 18:01:42
ભાવનગરમાં પતિએ પત્નીની ઢોર માર મારીને હત્યા કરી નાખી, હું જેલમાં હતો ત્યારે તું અન્ય વ્યક્તિ સાથે સંબંધ બાંધતી હતી | 2026-09-04 17:52:11
પદ્માવતના જૌહર સીન પર વિવાદ: રાજકોટમાં ભક્તિસ્વામીએ સ્વરા ભાસ્કરને શૂર્પણખા કહી, VHP એ ગણાવી કલંક | 2026-09-04 17:43:26
Exclusive: ગુજરાત પોસ્ટ ન્યૂઝે પહેલા જ ઘટસ્ફોટ કર્યો હતો, ગુજરાતની જગ્યાએ કેન્દ્રની એજન્સી DGGI એ પકડી પાડ્યું કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ | 2026-09-04 12:10:53
બુટલેગર કિશોર લંગડાના પૌત્રનો સી જી રોડ પર આતંક, રૂ. 1 કરોડની મસ્ટાંગ કારથી અકસ્માત સર્જીને ચાલકને માર્યો માર | 2026-09-03 18:57:33
અમદાવાદ એરપોર્ટ પર બેંકકોકથી આવેલા દંપત્તિ પાસેથી મળ્યો હાઇડોપોનિક્સ ગાંજો, જાણો વધુ વિગતો | 2026-09-02 19:53:09
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ત્રણ દિવસનો ગુજરાત પ્રવાસ રદ્દ કરાયો | 2026-09-02 18:11:38
વરસાદ ખેંચાતાં ખેડૂતો પાયમાલ: ગુજરાતમાં તાત્કાલિક દુષ્કાળ જાહેર કરીને દેવાં અને વીજબિલ માફ કરવા કોંગ્રેસની માગ | 2026-09-02 17:57:27