Wed,24 April 2024,3:20 pm
Print
header

ભાજપ તરફ ઝુકાવ, વિસાવદરના આપના જીતેલા ઉમેદવાર ભૂપત ભાયાણીએ કહ્યું જનતા કહેશે તેમ કરીશ

અમદાવાદઃ ચૂંટણી પુરી થયા પછી પણ પાર્ટીઓમાં અવર જવર ચાલુ છે. વિસાવદરથી આપની ટિકિટ પર જીત મેળવ્યાં પછી ભૂપત ભાયાણી ભાજપમાં જઇ શકે છે, તેઓ આપ સાથે ગદ્દારી કરીને પક્ષપલટો કરી શકે છે. અગાઉ તેઓ ભાજપ સાથે જોડાયેલા હતા. જો કે હાલમાં તેમને ગોળગોળ જવાબ આપતા કહ્યું કે આ અફવા છે હું ભાજપમાં નથી જવાનો, સાથે એમ પણ કહ્યું કે જો જનતા કહેશે તો ભાજપમાં જવાનું વિચારીશ. તેનો મતલબ છે કે આ નેતાજી ભાજપમાં જવાનું વિચારી રહ્યાં છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપને ઐતિહાસિક 156 બેઠકો, કોંગ્રેસને 17 અને આમ આદમી પાર્ટીને 5 બેઠકો મળી હતી. આવતીકાલે ભૂપેન્દ્ર પટેલ બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરવાના છે, તેની જોરશોરથી તૈયારીઓ થઇ રહી છે, પીએમ મોદી પણ આજે ગુજરાત આવી રહ્યાં છે. ત્યારે જ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગી શકે છે. 

નોંધનિય છે કે વિસાવદર બેઠક પર કોંગ્રેસમાંથી આવેલા હર્ષદ રિબડિયાને ભાજપે ટિકિટ આપી હતી, જેઓ આપના ઉમેદવાર ભૂપત ભાયાણી સામે હાર્યાં છે અને હવે ભાયાણી ભાજપમાં જઇ રહ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch