Wed,24 April 2024,2:16 pm
Print
header

2021માં CM બદલાયા, 2022માં સરકાર બદલાશેઃ મહેશ સવાણી

ભારતની બ્લાઇડ ક્રિકેટ ટીમના ખેલાડી ગણેશ મહુડકર સહિત મોટી સંખ્યામાં યુવાનો આપમાં જોડાયા

વલસાડઃ આમ આદમી પાર્ટી દ્વારા હાલ જનસંવેદના કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અંતર્ગત વલસાડના ધરમપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સુરતના જાણીતા સેવાભાવી આગેવાન અને આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણીએ જણાવ્યું કે, 2021માં રાજ્યના મુખ્યમંત્રી બદલાયા છે,  2022માં ગુજરાતની સરકાર પણ બદલાઇ જશે. સવાણીએ પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે સરકારને આડેહાથ લીધી હતી. ભારતની બ્લાઇડ ક્રિકેટ ટીમના ખેલાડી ગણેશ મહુડકર સહિત મોટી સંખ્યામાં યુવાનો આપમાં જોડાયા હતા.

મહેશ સવાણીએ કહ્યું ભાજપે આશીર્વાદ યાત્રા કાઢી જ્યારે આમ આદમી પાર્ટીએ જનસંવેદાન મુલાકાત. ભાજપની યાત્રા ચાર-પાંચ દિવસની હતી. જેમાં આશીર્વાદ આપવાવાળા પણ એ જ અને લેવાવાળા પણ એજ. જે પરિવારોએ કોરોનામાં સરકારની બેદરકારીના લીધે સ્વજનો ગુમાવ્યાં છે તે લોકોને સાંત્વના આપવા સાથે મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે અમે જનસંવેદના યાત્રા કાઢી છે.

તેમણે કહ્યું કે, વિકાસના નામની રાજનીતિ કરીને છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તામાં છે. વિકાસ થયો તો છે જ. પેટ્રોલનો ભાવ 56ના બદલે 100 રૂપિયા થયો છે. 250 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળતો હતો ત્યારે બહેનોની આંખોમાં આંસુ વહેતા હતા હવે 950 રૂપિયા થયા છે ત્યારે બનેવીની આંખોમાંથી પણ આંસુડા વહે છે. ખેડૂતો પીડિત છે, યુવાનો બેરોજગાર થયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch