Wed,24 April 2024,8:25 pm
Print
header

હું AAPમાં નથી પરંતુ આપ મારામાં છે, ટાઇગર અભી જિંદા હૈઃ ઈસુદાન ગઢવી - Gujarat Post

હવે મને પણ મરાવી નાખોઃ ભાવુક થયેલા ઈસુદાનની વેદના

અમદાવાદઃ વિજય સુવાળા અને સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ આમ આદમી પાર્ટી છોડવાને પગલે આજે ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ યોજી હતી, તેમને કહ્યું કે અમારા નેતાને પ્રલોભન આપીને ભાજપ લઈ ગઇ. આમ આદમી પાર્ટી છોડનાર બંને નેતાઓને અમે અભિનંદન આપીએ છીએ.ભાજપની સામ, દામ અને દંડની નીતિ છે. પ્રેશર ટેક્નિક અપનાવી છે. મને દારૂના કેસમાં ફસાવવાની કોશિશ કરવામાં આવી હતી.12 દિવસ પછી રિપોર્ટ આપવામાં આવે છે. ભાજપ અને પાટીલ ભાઉની સરકારે અમને જેલમાં પૂર્યા છે. ગઢવીએ કટાક્ષ કરતા કહ્યું કે હવે મને પણ મરાવી નાંખો. 

અમારે પ્રજાને કહેવું છે કે ભાજપે 6 હજાર સ્કૂલો બંધ કરી છે. ભાજપના રાજમાં પેપર ફૂટવાના કૌભાંડ થાય છે અને હજુ પણ અસિત વોરાનું રાજીનામું લેવામાં આવ્યું નથી. મા મોગલના સોગંધ ખાઉં છું, મારા પ્રાણના સોગંધ ખાઉ છું કે મેં દારૂ નથી પીધો. છતાં મને બદનામ કર્યો. મારુ હૈયું ભરાઈ આવ્યું છે. ભાજપને ડર લાગ્યો છે તેને કારણે અમને બદનામ કરાય છે. અમારી પાર્ટી છોડનારા બંને નેતાઓનો આ વ્યક્તિગત નિર્ણય છે. હવે અમે બમણો સંઘર્ષ કરીશું અને લડાઈ લડીશું. 

અમે કમલમમાં વિરોધ કરવા ગયા અને તેમાં ઇસુદાન ગઢવીએ મહિલાઓની છેડતી કરી એવી દરેક કલમો પોલીસે લગાડી અને અમે સાબરમતી જેલમાં ગયા. ભાજપ સામ, દામ અને દંડની નીતિ અપનાવે છે.પરંતુ ભાજપ યાદ રાખે અમે સત્યના રસ્તે ચાલીએ છીએ. હું AAPમાં નથી પરંતુ આપ મારામાં છે ટાઇગર અભી જિંદા હૈ. તમે હિંમત રાખજો. પહેલી ગોળી અમે ખાઈશું. વિજયભાઈને ઘરે બેસાડી દીધા. એવા બીજા ઘણા નેતાને ઘરે બેસાડ્યા છે. નોંધનિય છે કે હવે આમ આદમી પાર્ટીમાં મોટા માથાઓમાં ઈસુદાન અને ગોપાલ ઈટાલિયા સિવાય કોઈ નથી રહ્યું.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch