Wed,24 April 2024,11:27 pm
Print
header

AAPનો મોંઘવારીને લઇને મોદી સરકાર સામે મોરચો, રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન

મોંઘવારીને લઇને કેન્દ્ર સરકારના વિરોધમાં આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન

અમદાવાદ, વડોદારા, રાજકોટ, સહિતના શહેરોમાં આપના કાર્યકરોની અટકાયત 

પેટ્રોલ- ડીઝલના ભાવ વધારા મામલે પ્રદર્શન

અમદાવાદઃ રાજ્યમાં આમ આદમી પાર્ટીનું વજન વધી રહ્યું છે, ભાજપ સામે આપ હવે મજબૂત બની રહી છે, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને કારણે અન્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે. દેશભરમાં લોકો કેન્દ્રની મોદી સરકારથી નારાજ છે. જેને કારણે ઠેરઠેર રાજકીય પાર્ટીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. 

આજે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, સહિતના શહેરોમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરીને સરકારની નીતિ પર પ્રહાર કરવામાં આવ્યો છે આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા હવે પ્રજા સુધી પહોંચવા માટે અનેક કાર્યક્રમો આપવામાં આવે છે. જેમાં ડીઝલ અને પેટ્રોલના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન કરાયુ હતું. પ્લેકાર્ડ પ્રદર્શિત કરીને સરકારની નિષ્ફળતા સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.જો કે પોલીસે સમગ્ર રાજ્યમાં 400થી વધારે આપના કાર્યકરોની અટકાયત કરી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch