Sat,20 April 2024,7:14 am
Print
header

બેકાબૂ ગોપાલનો જૂનો વીડિયો વાઇરલ, મોદી અને તેમના માતા હીરાબા પર કરી હતી નિમ્ન કક્ષાની ટિપ્પણી-Gujarar Post

ગોપાલ ઇટાલીયાની બેફામ વાણી 

આ વીડિયો જૂનો હોવાની ચર્ચાઓ 

પીએમ મોદી અને તેમના માતા માટે કહ્યાં અપશબ્દો 

ગાંધીનગરઃ આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાની દિલ્હીમાં અટકાયત કરાઇ હતી, તેમને મોદીને નીચ કહ્યાં હતા, બાદમાં પોલીસે તેમને મુક્ત કર્યાં છે, હવે તેમનો જૂનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ પીએમ મોદી અને તેમના માતા હીરાબા પર નિમ્ન કક્ષાની ટિપ્પણી કરી રહ્યાં છે. દેશના એક સર્વોચ્ચ પદ પર બેઠેલા વડાપ્રધાન મોદી અને તેમના 100 વર્ષના માતા હીરાબા પર આવી ટિપ્પણી કરવી અયોગ્ય છે.

ગોપાલ વીડિયોમાં કહી રહ્યાં છે કે મોદી 70 વર્ષનો થયો અને તેમના માતા 100 વર્ષના તેમ છંતા આ લોકો નાટકો કરે છે. તેમના આ વિવાદિત વીડિયો પછી તેમનો જોરદાર વિરોધ થઇ રહ્યો છે, ભાજપ નેતાઓ અને રાજકીય નિષ્ણાંતો કહી રહ્યાં છે રાજનીતિમાં કે આવી વાણી સ્વીકાર્ય નથી. ગોપાલ ઇટાલીયા સામે ભાજપના નેતાઓ કાયદાકીય કાર્યવાહી કરી શકે છે.

છેલ્લા ઘણા સમયથી ગોપાલ ઇટાલીયા બેફામ બોલી રહ્યાં છે, જો કે સામે ભાજપ નેતાઓ પણ તેમને જવાબ આપી રહ્યાં છે, પરંતુ હવે તો ગોપાલના આ વીડિયોએ હદ જ કરી નાખ્યાં છે, તેમની આ હરકતને કારણે આપ પાર્ટીએ પણ શરમમાં મુકાવવું પડી રહ્યું છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch