Fri,19 April 2024,9:18 pm
Print
header

AAP ના ગોપાલ ઇટાલીયા જન સંવેદના યાત્રા શરૂ કરે તે પહેલા ધરપકડ કરવામાં આવી

ડીસેમ્બર 2020માં નોંધાયેલા ગુનામાં ગોપાલ ઇટાલીયાની થઇ ધરપકડ 

જન સંવેદના યાત્રામાં વિક્ષેપ પાડવા માટે રાજ્ય સરકાર કાયદાનો ગેર ઉપયોગ કરી રહી છેઃ ઇશુદાન ગઢવી

જન સંવેદના યાત્રાનો બીજો તબક્કો આજથી શરૂ થઇ રહ્યો છે ત્યારે જ ધરપકડ કરતા રાજકારણમાં ગરમાવો

સરકાર આંદોલનકારીઓને અને રાજકીય પક્ષોને દબાવવા માટે કાયદાનો દૂર ઉપયોગ કરી રહી છેઃ ગોપાલ ઇટાલીયા

મહેસાણાઃ ગુજરાતમાં આમ આદમી પાર્ટી સ્થાનિક સ્તરે સક્રિય થતા ભાજપ દ્વારા સત્તાનો ગેરઉપયોગ કરવામાં આવી રહ્યાનો ગંભીર આરોપ આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવ્યો છે. આપની જન સંવેદના યાત્રામાં ભાગ લેવા માટે જઇ રહેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાની મહેસાણા તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ગત વર્ષે ડીસેમ્બર મહિનામાં નોંધાયેલા એક કેસમાં ધરપકડ કરી છે. આમ આદમી પાર્ટીએ આરોપ મુક્યો છે કે સરકાર ખોટા કેસ દાખલ કરીને મરજી થાય ત્યારે ધરપકડ કરે છે. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પોલીસ મથકે સૂત્રોચ્ચાર કર્યાં હતા.

આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રાનો બીજો તબક્કો આજથી આગામી 16મી સપ્ટેમ્બર સુધી શરૂ થયો છે.જો કે ગોપાલ ઇટાલીયાની ધરપકડ થતા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પોલીસ મથકે હોબાળો કર્યો હતો. ઇસુદાન ગઢવીએ સરકાર પર આરોપ લગાવ્યો હતો 9 મહિના જૂના કેસમાં ગણતરીના સમયમાં જ ધરપકડ કરવાનું ગણિત એ છે કે સરકાર વિરોધીઓ સામે કેસ નોંધીને રાખે છે જ્યારે મરજી પડે ત્યારે ધરપકડ કરે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch