ગાંધીનગરઃ ગુજરાતમાં યોજાયેલી કડી અને વિસાવદર પેટા ચૂંટણી પૈકી વિસાવદર બેઠક પરથી આપના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની જીત થઈ હતી. જે બાદ તેમને વિધાનસભામાં પક્ષના નેતા બનાવવામાં આવી શકે છે તેવી ચર્ચા શરૂ થઈ છે. દરમિયાન આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પાર્ટીથી નારાજ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. તેઓ ગમે ત્યારે આપમાંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી શકે છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર આમ આદમી પાર્ટીના ગારીયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી પણ પાર્ટીથી નારાજ છે.
બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી સામે મોરચો ખોલી શકે છે. આજે તેમને દંડક પદેથી રાજીનામું આપી દીધું છે અને જનતાને પૂછ્યાં પછી ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે.
આ અગાઉ પણ ઉમેશ મકવાણાના રાજીનામાની ચર્ચાઓ શરૂ થઈ હતી. તે સમયે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાતનો ઈન્કાર કર્યો હતો. જોકે, સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે છેલ્લા ઘણાં સમયથી ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના કોઈ કાર્યક્રમોમાં જોવા મળ્યાં નથી. આમ આદમી પાર્ટીએ 2022ની વિધાનસભા ચૂંટણીમાં બોટાદ બેઠક પરથી ઉમેશ મકવાણાને ટિકિટ આપી હતી. ઉમેશ મકવાણાએ ભાજપના ઘનશ્યામ વિરાણી અને કોંગ્રેસના મનહર પટેલને હરાવ્યા હતાં. ધારાસભ્ય બન્યા બાદ ઉમેશ મકવાણાને આમ આદમી પાર્ટીએ ભાવનગર બેઠક પરથી લોકસભાના ઉમેદવાર બનાવ્યા હતાં. જેમાં તેમનો પરાજય થયો હતો.
IAS મહિલા અધિકારીના ફાર્મહાઉસમાં જુગાર રમતા 18 લોકોની ધરપકડ, અનેક પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ | 2026-03-12 09:52:09
ઓમાન બંદર પર ઈરાની ડ્રોન દ્વારા તેલ સંગ્રહ ટાંકી પર હુમલો, આગ ભભૂકી | 2026-03-12 09:33:17
તાલાલામાં પોલીસ ચોકી પાસે પરિવાર પર હુમલો, 7 લોકો ઘાતક હથિયારોથી તૂટી પડ્યાં | 2026-03-11 20:10:40
ગુજરાતમાં આ મહિનાના અંતમાં UCC બિલ આવવાની શક્યતા, ઇટાલિયા અને સંઘવી વચ્ચે વિધાનસભામાં જામ્યું શબ્દયુદ્ધ | 2026-03-11 20:06:04
લોકસભામાં સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ: અમિત શાહે વિપક્ષ અને રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન | 2026-03-11 20:01:23
સુરત મનપાની સામાન્ય સભામાં ભાજપ-આપના કોર્પોરેટર વચ્ચે હાથાપાઇ થઇ | 2026-03-10 18:59:30
ડિંડોલીમાં બે યુવતીઓના આપઘાત કેસમાં થયો મોટો ખુલાસો, પોલીસે મોબાઈલ ચેક કરતા કારણ સામે આવ્યું | 2026-03-09 18:32:38
T- 20 વર્લ્ડકપ જીત્યા પછી સૂર્યાએ પોતાના આગામી મોટા લક્ષ્યનો ખુલાસો કર્યો, 2028 વિશે આ વાત કહી | 2026-03-09 08:36:15
ગુજરાતમાં AAP નો માસ્ટરપ્લાન: તમામ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત, ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા આવતા સપ્તાહથી | 2026-03-07 17:43:55
બિહારના રાજકારણમાં મોટો વળાંક: નીતિશ કુમારે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી, નવા સીએમ કોણ બનશે ? | 2026-03-05 17:05:37
મિડલ ઈસ્ટમાં વધતો તણાવ: શિયા-સુન્ની વિખવાદ અને બદલાતા સમીકરણો | 2026-03-02 19:10:09
ગુજરાતમાં 37 IPS અધિકારીઓની બદલી અને પ્રમોશન, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટના રેન્જ IG | 2026-03-06 09:12:13
ACB ની ખંભાતમાં ટ્રેપ, સીટી પોલીસ સ્ટેશનના PSI આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-03-01 19:04:52
એ.સી.બી. ટ્રેપમાં માત્ર 70 રૂપિયાની લાંચ લેતા સરકારી કર્મચારી ફસાયા | 2026-02-28 07:56:48
કચ્છમાં 4 કરોડ રૂપિયાનો દારૂ ઝડપાયા બાદ સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ, મેવાણીના સરકાર પર પ્રહાર | 2026-02-21 17:44:46
ગજરાતમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોની ચિંતા વધી | 2026-02-18 17:07:34