Fri,19 April 2024,6:50 pm
Print
header

સુરતમાં AAP અને BJPના કાર્યકરો વચ્ચે મારામારી, અરવિંદ કેજરીવાલે કહ્યું આ છે ભાજપના ગુંડાઓ- Gujarat post

ભાજપ કાર્યાલય બહાર આપના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યાં હતા

આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે આ ઘટનાનો વીડિયો શેર કર્યો

સુરતઃ આપના કાર્યકરો સુરત ખાતે ભાજપ કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યાં હતા, ત્યારે બન્ને પાર્ટીના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઇ હતી. હવે આ મામલે આપના 25થી વધુ કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી છે. આ ઘટના અંગે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે આ ભાજપના ગુંડાઓને જુઓ. ખુલ્લેઆમ મારપીટ કરી રહ્યાં છે, દેશભરમાં ગુંડાગીરી આચરવામાં આવી છે. શું આવી રીતે દેશની પ્રગતિ થશે ? આ લોકો તમારા બાળકોને ક્યારેય સારું શિક્ષણ, રોજગાર નહીં આપે કારણ કે તેઓને રાજકારણ માટે બેરોજગાર ગુંડાઓ જોઈએ છે.

ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપ આપથી ડરે છે. ભાજપ કાર્યલય ખાતે ગુંડા બોલાવામાં આવ્યા છે. ઈસુદાને જણાાવ્યું આપના 3 કાર્યકરો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે કેમ ભાજપના કાર્યકરો સામે કાર્યવાહી નથી કરી.

સુરત આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શનનો મામલો હવે ગરમાતો જોવા મળી રહ્યો છે. સુરતની ઘટના બાદ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ગાંધીનગર ખાતે પોલીસ બંદોબસ્ત વધારાયો છે. ડીવાયએસપી, પીઆઇ સહિતનો પોલીસ કાફલો કમલમ બહાર ખડકી દેવામાં આવ્યો છે. સુરતની ઘટનાને જોતા કમલમ ખાતે આપનું વિરોધ પ્રદર્શન ન થાય તેને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. કમલમ ખાતે ગાંધીનગરના કાર્યકર્તાઓને પણ પાર્ટી દ્વારા બોલાવવામાં આવ્યાં હતા.

નોંધનિય છે કે, ગઈકાલે આમ આદમી પાર્ટીના નગરસેવક પર પોલીસે દમન ગુજાર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. આપના કાર્યકરોએ ભાજપ કાર્યાલયે ઘેરાવ કર્યો હતો.એવો પણ આરોપ છે કે, પાલિકાના માર્શલો દ્વારા આપના નગર સેવકનું ગળું દબાવાયું હતું.ઉપરાંત મહિલા નગરસેવકના કપડાં પણ ફાડી નાખવામાં આવ્યા હતાં. પોલીસ દ્વારા આપના નગરસેવકોની ફરિયાદ પણ ન લેવામાં આવી હોવાનો આક્ષેપ લાગ્યો છે. 

 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch