Sat,20 April 2024,11:30 am
Print
header

ભારતમાં કોરોના સામેની લડાઈ બની મજબૂત, ઝાયડસની ZyCov-D વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી

નવી દિલ્હી: કોરોના મહામારીની વિરૂદ્ધ દેશમાં ચાલી રહેલા વેક્સિનેશનમાં હવે વધુ એક વેક્સિનનુ નામ જોડાઈ ગયું છે. ફાર્મા કંપની ઝાયડસ કેડિલાની ત્રણ ડોઝવાળી કોરોના વેક્સિનને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. આ વેક્સિનનું નામ ZyCoV-D છે. ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયાની એક્સપર્ટ કમિટીએ શુક્રવારે આ વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. કમિટીએ ફાર્મા કંપની પાસે આ વેક્સિનના બે ડોઝના પ્રભાવ અંગે વધારાનો ડેટા પણ માંગ્યો છે. જેનેરિક દવા કંપની કેડિલા હેલ્થકેર લિમિટેડએ ઝાયકોવ-ડીના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માટે ગત એક જુલાઈએ આવેદન કર્યું હતું.  આ અરજી 28 હજાર વોલન્ટિયર્સ પર કરાયેલા અંતિમ સ્ટેજના ટ્રાયલના આધારે કરાઈ હતી. વેક્સિનનો એફિકેસી રેટ 66.6 ટકા સામે આવ્યો હતો. તેમ પણ જણાવાયું છે કે આ વેક્સિન 12થી 18 વર્ષના કિશોરો માટે પણ સુરક્ષિત છે. જો કે હજુ સુધી તેના ટ્રાયલ ડેટાનું પીયર રિવ્યૂં નથી કરવામાં આવ્યું.

ઈમરજન્સી યુઝ બાદ આ વેક્સિન સંપૂર્ણ રીતે મંજૂરી પામે છે તો આ ભારતની બીજી સ્વદેશી વેક્સિન હશે. આ પહેલા ભારત બાયોટેક અને ICMRની સાથે મળીને પહેલી સ્વદેશી વેક્સિન કોવેક્સિન બનાવી હતી. આ સમયે દેશમાં કુલ ચાર વેક્સિનને મંજૂરી મળી ચુકી છે. કોવિશિલ્ડ, કોવેક્સિન, સ્પૂતનિક, મોડર્ના સામેલ છે. હવે ઝાયડસની વેક્સિન મળીને રસીની સંખ્યા પાંચ થઈ ગઈ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch