Fri,28 March 2025,1:31 am
Print
header

રાજ્યમાં વધુ એક નકલી DySP ! યુવરાજ સિંહ જાડેજાએ કર્યો દાવો - Gujarat Post

આણંદના સોજીત્રાની રહેવાસી છે યુવતી

અનેક સંસ્થા દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું છે

અમદાવાદઃ રાજ્યમાં અવાર-નવાર નકલી પોલીસ, નકલી ડૉક્ટર સહિત નકલી અધિકારીઓ પકડાતા હોય છે. ત્યારે હવે વધુ એક નકલી DySP અંગે ઘટસ્ફોટ થયો છે. આણંદ જિલ્લાના સોજીત્રાની નિશા વ્હોરા નામની યુવતી પોતે DySP હોવાનો અને અમદાવાદ સાયબર ક્રાઈમમાં કાર્યરત હોવાનો દાવો કર્યો હતો. જે મુદ્દે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે આક્ષેપ લગાવ્યો છે કે નિશા વ્હોરાના તમામ દાવા ખોટા છે. તેણે GPSCની પરીક્ષા પાસ નથી કરી કે નથી તે કોઈ અધિકારી નથી.

વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે સોશિયલ મીડિયામાં પુરાવા સાથે દાવો કર્યો છે, છેલ્લા પાંચ વર્ષમાં નિશા વ્હોરા નામની કોઈ યુવતીએ GPSC પાસ કરી નથી, તેમણે પાંચ વર્ષના પરિણામોની પણ તપાસ કરી છે. આ સાથે આવી કોઈ યુવતીની છેલ્લા પાંચ વર્ષમાં DySP તરીકે કોઈ નિમણૂંક પણ નથી થઈ. આ મુદ્દે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચથી લઈને નિશા વ્હોરાના વતન એવા આણંદ જિલ્લાના સોજીત્રા શહેર સુધી તપાસ કરી છે.

નિશા વ્હોરાની કથિત સફળતા અંગે વિવિધ સમાચાર માધ્યમોમાં ફોટા સાથે અહેવાલો પ્રકાશિત થયા હતા. જેમાં નિશાની સંઘર્ષની કહાની રજૂ કરાઈ હતી. સરદાર પટેલ યુનિવર્સિટીએ પણ નિશા વ્હોરાને DySP તરીકે ગાંધીનગર ખાતે નિમણૂંક થવા બદલ અભિનંદન આપ્યાં હતા.ઉપરાંત એક કિસ્સામાં નિશાના પિતાએ તેમની દીકરી DySP તરીકે Cyber Crime Cell અમદાવાદ ખાતે ફરજ બજાવે છે તેવું પણ જણાવ્યું હતું.

એક અહેવાલમાં નિશા વ્હોરા GPSC માં પાસ થવાના સમાચાર હતા. જેમાં નિશા પોતે IPS બની દેશ સેવા કરવા UPSCની તૈયારી કરતી હોવાનું જણાવાયું છે. દાવો કરાયો છે કે સોજીત્રાની નિશાબેન સલીમભાઈ વ્હોરાએ જામિયા હાઈસ્કૂલમાંથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું શિક્ષણ લીધા બાદ વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સીટીમાંથી કોમર્સમાં સ્નાતક કર્યું, બાદમાં GPSCની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી હતી અને કોઈ પણ કલાસીસ કર્યા વિના તેણે સફળતા મેળવી હતી. આ માટે કેટલાક અધિકારીઓએ તેને માર્ગદર્શન આપ્યું હતું તેવો દાવો પણ કરાઈ રહ્યો છે અને GPSCની ની પરીક્ષામાં સમગ્ર રાજયમાં પ્રથમ સ્થાન મેળવી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી હતી તેવો દાવો કરાયો હતો. યુવરાજ સિંહ જાડેજાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સત્ય પરથી પડદો ઉઠાવ્યો હતો.

 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch