Tue,17 June 2025,12:45 am
Print
header

ગુજરાતમાં વધુ એક પેપર ફૂટ્યું હોવાનો દાવો ! યુવરાજસિંહે AMC જુનિયર ક્લાર્ક ભરતીની પરીક્ષાના પેપરને લઇને કહી આ વાત

  • Published By
  • 2024-11-24 20:33:34
  • /

અમદાવાદઃ ગુજરાતમાં વધુ એક પેપર ફૂટ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. યુવરાજસિંહ જાડેજાએ AMC જુનિયર ક્લાર્ક ભરતીની પરીક્ષાનું પેપર ફુટ્યું હોવાનો દાવો કર્યો છે.  પેપર લીકના નવા કાયદાના અમલીકરણ છતા પેપર ફુટ્યાં વાતો આવતા જ ઉમેદવારોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો.

અમદાવાદ મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ હતું. સરખેજની કુવૈસ શાળામાં પેપર ફૂટ્યું હોવાનો યુવરાજસિંહ જાડેજા દાવો કર્યો છે. પેપર ક્રમાંક અને OMR ક્રમાંક અલગ અલગ આવતા ઉમેદવારોએ હોબાળો કર્યો હતો. બપોરે 12:30 પેપરનો સમય હતો. પરંતુ 1.15 કલાક સુધી પેપર શરુ ન થતા ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો. મળતી માહિતી અનુસાર અન્ય કોઈ સેન્ટર પર વિવાદ સામે આવ્યો નથી. આ સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસ અને કોર્પોરેશને તપાસ હાથ ધરી હતી

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch