Mon,09 December 2024,12:51 pm
Print
header

યુવરાજસિંહ જાડેજાનો ધડાકો, દાહોદમાં ધારાસભ્યના પિતાએ નોકરી માટે માંગ્યા રૂપિયા 17 લાખ !

અમદાવાદઃ શિક્ષકોની ભરતીમાં કૌભાંડને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આક્ષેપ કરાયો છે કે દાહોદ જિલ્લાનાં ભાઠીવાડા તાલુકામાં આવેલી આશ્રમશાળાનાં ટ્રસ્ટીએ શિક્ષકની ભરતી માટે ઉમેદવાર પાસે 17 લાખ રૂપિયાની માંગણી કરી હતી. દાહોદ જિલ્લાનાં ભાઠીવાડા તાલુકામાં આવેલ શ્રી કેદારનાથ આશ્રમ શાળામાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષક માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. જેને લઈને યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો કે આ ભરતી પ્રક્રિયામાં રૂપિયાની રેલમછેલ થવાની છે.

નિમણૂંક સમયે પસંદગી પામેલા ઉમેદવારો પાસે આશ્રમશાળાનાં ટ્રસ્ટી બચુભાઈ એન કિશોરીએ રૂ. 17 લાખની માંગણી કરી હતી. બચુભાઈ એન. કિશોરી વર્તમાન 132 દાહોદ વિધાનસભાનાં ચૂંટાયેલા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીનાં પિતા છે. યુવરાજસિંહે સરકાર સમક્ષ માંગણી કરતા કહ્યું કે આ ભરતી બાબતે સરકાર તાત્કાલિક એક્શન લે અને સંચાલકોને કાયમી માટે બરતરફ કરીને  ભ્રષ્ટાચારનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરે. ભૂતકાળમાં અનેક ભરતીઓ આવી રીતે થઈ છે. આ પ્રકારની તમામ ભરતીઓની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે. બીજી અન્ય શાળાઓમાં પણ તપાસ કરવામાં આવે. આ વીડિયોની ગુજરાત પોસ્ટ ન્યૂઝ પુષ્ટી કરતું નથી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch