Thu,10 July 2025,2:47 am
Print
header

લગ્નેતર સંબંધોમાં સજા...દાહોદના સંજેલીમાં મહિલાને અર્ધનગ્ન કરીને માર્યો માર

  • Published By
  • 2025-01-31 14:41:58
  • /

પરપુરુષના પ્રેમમાં પડેલી પરિણીતાને અર્ધનગ્ન કરીને વરઘાડો કાઢવામાં આવ્યો

15 લોકો સામે ફરિયાદ નોંધાઈ

વડોદરાઃ અમરેલીમાં યુવતીનું સરઘસ કાઢવાનો કિસ્સો શાંત થયો નથી ત્યાં તેનાથી પણ ખરાબ કિસ્સો સામે આવ્યો છે. દાહોદના સંજેલી તાલુકામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.  

સંજેલી તાલુકાના એક ગામમાં રહેતી પરિણીતાને ગામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. જેને લઈ સસરા, દિયર સહિત 15 લોકોનાં ટોળાએ તેને ઘરમાંથી બહાર કાઢી અર્ધનગ્ન કરીને માર માર્યો હતો. તેમજ બાઇકના કરિયર પર સાંકળ વડે બાંધીને ગામમાં ફેરવી હતી. જેનો વીડિયો સ્થાનિક સ્તરે વાઇરલ થયો હતો.  ઘટનાની જાણ થતાં પોલીસે પીડિતાનો સંપર્ક કરીને 11 પુરુષો અને 4 મહિલાઓ સહિત કુલ 15 લોકો સામે ફરિયાદ નોંધી છે.

35 વર્ષીય પરિણીતા ત્રણ દિવસ પહેલા પ્રેમીના ઘરે હતી ત્યારે સસરા, દીયર સહિત 15 વ્યક્તિના ટોળાએ ત્યાં આવી તેને ઘરમાંથી ખેંચીને બહાર કાઢીને ફટકારી હતી. એટલું જ નહીં અર્ધનગ્ન કરીને  બાઈકના કેરિયર પાછળ સાંકળ વડે બાંધી સમગ્ર ગામમાં ફેરવી હતી. જે બાદ તેને સાસરીના જૂના મકાનમાં લાવી અર્ધનગ્ન હાલતમાં બાંધી રાખી હતી. આ ઘટનાનો વીડિયો વાઇરલ થયા બાદ ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક પોલીસને આ અંગે જાણ થતાં પહોંચી હતી અને વીડિયોના આધારે તપાસ શરૂ કરી હતી

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch