Sun,08 September 2024,11:58 am
Print
header

ગઢડામાં યુવતીને ઉછીના પૈસા આપીને પછી નરાધમે કર્યો બળાત્કાર, પોલીસે દાખલ કરી ફરિયાદ- Gujarat Post

યુવકના ભાઈ, પિતાએ બિભત્સ ફોટા પાડીને વીડિયો ઉતાર્યો

ગઢડા પોલીસે તપાસ શરૂ કરી

Crime News: રાજ્યમાં બહેન-દીકરીઓ સલામત હોવાના સરકારના દાવા પોકળ સાબિત થઈ રહ્યાં છે, દુષ્કર્મની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. ગઢડા તાલુકામાં એક યુવતિને રૂપિયાની જરૂર હોવાથી તેણે યુવક પાસેથી ઉછીના લીધા હતા. બાદમાં યુવતિને વાડીએ બોલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. જેને લઈ યુવતિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પોલીસમાં જાહેર થયેલી વિગતો પ્રમાણે, સિહોર પંથકની એક યુવતીને ઉછીના આપેલા રૂપિયા લેવા વાડીએ બોલાવીને તેને માર મારીને દુષ્કર્મ ગુજાર્યું હતું. હવસખોર શખ્સના ભાઈ અને પિતાએ તેને ગાળો આપીને બિભસ્ત ફોટો અને વીડિયો ઉતાર્યો હતો. ગઢડા તાલુકાના સાંજણાવદર ગામે રહેતા અમરશી નારણભાઈ ખસિયા નામના શખ્સે  30 વર્ષીય યુવતીને હાથ ઉછીના રૂ. 15 હજાર આપ્યાં હતા. યુવતીને ફોન કરી ચોસલા ગામની સીમમાં પંચવટીવાળી વાડીએ બોલાવી હાથ પકડી બે લાફા અને પેટમાં પાટું મારીને રૂમની અંદર લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ સંજયના ભાઈ રાજુ ખસિયા, પિતા અમરશી નારણભાઈ ખસિયાએ આવીને હાથ પકડીને યુવતીને ગાળો આપીને બિભસ્ત ફોટા પાડી, વીડિયો ઉતાર્યો હતો. ગઢડા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch