Thu,30 March 2023,7:05 am
Print
header

શું ગુજરાતમાં નવા વાયરસથી છે ખતરો ! સુરતમાં H3N2 વાયરસથી પરિણીતાનું મોત થયાની આશંકા

પ્રતિકાત્મક ફોટો 

સુરતઃ સમગ્ર દેશમાં H3N2 વાયરસનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. આ વાયરસને કારણે 2 લોકોનાં મોત થતા કેન્દ્ર સરકારની ચિંતા વધી છે. સુરતમાં એક પરિણીતાને શરદી, ઉધરસ અને કફની તકલીફ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડિંડોલી વિસ્તારમાં રહેતી 31 વર્ષીય પરિણીતામાં H3N2 વાયરસના લક્ષણો પણ જોવા મળ્યાં હતા. આ પરિણીતાના મોત બાદ તંત્ર એલર્ટ થઈ ગયું છે. જો કે રિપોર્ટ આવ્યાં બાદ જ સાચી હકીકત સામે આવશે. જો H3N2 વાયરસથી મોતનો રિપોર્ટ આવશે તો ગુજરાતમાં આ વાયરસથી પ્રથમ મોત હશે.

ગુજરાતમાં ફરીવાર કોરોના વાયરસ વકરી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 51 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 32 કેસ અમદાવાદમાં નોંધાયા છે. રાજ્યમાં 21 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નોંધાયેલા કેસો પૈકી અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. રાજકોટ જિલ્લામાં 6, સુરત જિલ્લામાં 4 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 99.12 ટકા પર છે. કોરોનાના 181 એક્ટિવ કેસ છે, જેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch