Sat,13 December 2025,1:23 am
Print
header

દુબઈ એર શોમાં તેજસ વિમાન દુર્ઘટનામાં શહીદ થયા વિંગ કમાન્ડર નમાંશ સ્યાલ, મિગ-21માં તાલીમ લીધી હતી

  • Published By Panna patel
  • 2025-11-22 09:12:31
  • /

દુબઈઃ એર શોમાં ક્રેશ થયેલા તેજસ વિમાનને વિંગ કમાન્ડર નમાંશ સ્યાલ ઉડાડી રહ્યાં હતા. તેમણે એર શોમાં હાજર અન્ય લોકોને બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો. ભારતીય વાયુસેનાએ જણાવ્યું કે પાઇલટે જીવ બચાવવા માટે વિમાનને ભીડથી દૂર ખસેડ્યું હતું. વિંગ કમાન્ડર બહાર નીકળી શક્યા નહીં અને અકસ્માતમાં તે શહીદ થયા છે. વિંગ કમાન્ડર નમાંશ સ્યાલ હિમાચલના કાંગડાના રહેવાસી હતા.

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ વિંગ કમાન્ડર સ્યાલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. નાગરોટાના રહેવાસી 34 વર્ષીય વિંગ કમાન્ડર સ્યાલે મિગ-21 અને સુખોઈ Su-30MKI વિમાનમાં તાલીમ લીધી હતી. તેઓ હાલમાં 3જી સ્ક્વોડ્રન સાથે તેજસ વિમાન ઉડાડી રહ્યાં હતા.

સીએમ સુખુએ શોક વ્યક્ત કર્યો

સીએમ સુખુએ દુબઈ એર શોમાં કાંગડા નિવાસી પાઇલટ નામનાશ સ્યાલના શહીદ થતા શોક વ્યક્ત કર્યો છે. તેમણે એક્સ પર લખ્યું, દુબઈ એર શોમાં તેજસ વિમાન દુર્ઘટનામાં હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના બહાદુર પુત્ર નમન સ્યાલના શહીદના સમાચાર અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે. દેશે એક બહાદુર, સમર્પિત અને હિંમતવાન પાયલટ ગુમાવ્યો છે. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે હું મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. બહાદુર પુત્ર સ્યાલજીની અદમ્ય હિંમત, ફરજ પ્રત્યેની નિષ્ઠા અને રાષ્ટ્ર સેવા પ્રત્યે સમર્પણને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ.

અકસ્માત કેવી રીતે થયો ?

ભારતીય વાયુસેનાના સૂત્રોએ જણાવ્યું હતું કે સંભવ છે કે પાઇલટે પોઝિટિવ-હાઇ જી ટર્ન લીધો હતો, તેમાંથી બહાર આવે છે અને થોડી ઊંચાઈ મેળવવા માટે પાંખ ફેરવી હતી. પછી તે નેગેટિવ જી પુશઓવરમાં રોલ કરે છે, વિમાનમાં કંઈક ખોટું થાય છે. પાયલોટ પાંખો સરખી કરીને અને ભીડથી દૂર ખેંચીને તેમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરે છે. પછી વિમાન સપાટ ઊંચાઈએ જમીન પર અથડાય છે. આ બધું ફક્ત અટકળો છે. પાયલોટે નીચે બેઠેલા લોકોને બચાવવા માટે પોતાનો જીવ આપ્યો છે, આ જ સત્ય છે. કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. ફ્લાઇટ ડેટા રેકોર્ડરના વિશ્લેષણ દ્વારા જ અકસ્માતનું કારણ જાણી શકાશે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch