(ટેક્સ અને દંડ વસૂલ કર્યા વગર જે ટ્રક છોડી મુકાઇ હતી તેનો ફોટો)
ગુજરાતમાં રોડ પર ચાલતા જીએસટીના કૌભાંડો આખરે બંધ કેમ નથી થતા ?
કદાચ ઉચ્ચ અધિકારીઓ પાસે વડાપ્રધાન મોદી કરતા પણ વધુ કામ હોય શકે છે !
રાજ્ય સરકાર ઇચ્છે તો તમામ પ્રકારના પુરાવા તેમને મળી શકે છે
અમદાવાદઃ એક પછી એક મસમોટા કૌભાંડો સામે આવી રહ્યાં છે, ગુજરાતના અનેક મોટા મીડિયા હાઉસમાં કૌભાંડોની સ્ટોરી મોટા મોટા મથારા સાથે આવી રહી છે, તેમ છંતા સ્ટેટ જીએસટીના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ સામે કોઇ જ તપાસ થતી નથી, માત્ર તપાસની વાતો કરીને પછી મામલો દબાવી દેવામાં આવે છે (તેરી ભી ચૂપ ઔર મેરી ભી ચૂપ આ નિયમ કદાચ લાગતો હશે) સ્ટેટ જીએસટીમાં હાલમાં સૌથી મોટું રોડ પરનું કૌભાંડ ચાલી કહ્યું છે, ખાસ કરીને કેટલાક નવા અધિકારીઓની નિમણુંકો પછી આ કૌભાંડ 100 ની સ્પીડથી આગળી વધી રહ્યાં છે, જેના પરથી લાગી રહ્યું છે કે ઉચ્ચ અધિકારીઓનું કામ માત્ર મંજીરા ખખડાવવાનું છે. અમે કોઇ સીધા આક્ષેપો નથી કરતા પરંતુ ઘણા કિસ્સાઓમાં એવું પણ બને છે કે આ ઉચ્ચ અધિકારીઓને સાચી વાત કહેવી પણ મુશ્કેલ હોય, કારણ તે તેમની પાસે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતા પણ વધુ કામ કદાચ હશે. એમને ખરેખર વિચારવું જોઇએ કે તેમની નીચે કામ કરનારા અધિકારીઓ તેમને કંઇ દિશામાં લઇ જઇ રહ્યાં છે.
છેલ્લા દોઢ મહિનાથી કૌભાંડીઓ બેફામ, ઉચ્ચ અધિકારીઓ શું કરી રહ્યાં છે ?
આ રહ્યાં પુરાવા અને જીએસટી વિભાગની ગાડીના નંબર
ગત 9 જુલાઇના રોજ સાંજે 6.30 વાગ્યાની આસપાસ સાબરકાંઠાના ભિલોડાના મોહનપુર ટર્નિંગમાં સ્ટેટ જીએસટીના બે કર્મચારીઓ સરકારી બોલેરો ગાડી GJ01- GA-3166 લઇને પહોંચે છે અને અહીં RJ09- GD-0910 નંબરની ટ્રક પકડે છે, આ ટ્રકમાં અંદાજે 32 ટન લોખંડના સળિયા હતા, ટ્રક પાસે કોઇ ઇ-વેબિલ હતું જ નહીં અને માત્ર નકલી બિલને આધારે જ આ પેઢી માલની હેરાફેરી કરી રહી હતી.
મોબાઇલ પર કોઇનો ફોન આવ્યો અને કોડવર્ડને આધારે ટ્રક છોડી દેવામાં આવી
શું નીચી પોસ્ટ પર કામ કરનારા કર્મચારીઓને દબાવવામાં આવી રહ્યાં છે ?
અમારી આ વાતમાં તમને કદાચ કોઇ તથ્ય ન પણ લાગે, પરંતુ આ વાત હવે ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર બેઠેલા અધિકારીઓ અને મંત્રીએ સમજવી પડશે, કારણ કે આનાથી વર્ષે કરોડો રૂપિયાનો સરકારી તિજોરીને ફટકો પડે છે. જે બે કર્મચારીઓએ સ્ટટે જીએસટીની ગાડીમાં જઇને આ ટ્રક પકડી હતી, તેમને આખરે કોડવર્ડથી કેમ આ ટ્રક છોડી દેવી પડી ? ( જે સ્થળ પર આ બનાવ બન્યો છે તેનું લોકેશન જીપીએસને આધારે મળી શકે છે)
અધિકારી-કર્મચારીઓની મજબૂરી કે પછી તેઓ જ આ કૌભાંડમાં સંડોવાયેલા છે ?
જે બે કર્મચારીઓએ હિંમતનગરથી કોટા જતી ટ્રક પકડી હતી તે ટ્રક થોડા જ સમયમાં છોડી મુકવામાં આવી એટલે કે સરકારી તિજોરીમાંથી લૂંટ થઇ અને કર્મચારીઓ ત્યાં જ ઉભા જોતા રહ્યાં, શું આ સરકારી બાબુઓ પણ આ કૌભાંડમાં સંડોવાયેલા છે કે પછી કોઇ ઉચ્ચ અધિકારીએ દબાણ કરીને તેમની પાસે આ કામ કરાવ્યું હતુ ? તે મામલે પણ તપાસ થવી જરૂરી છે. કારણ કે ઘણી વખતે નીચી પોસ્ટ પર કામ કરનારા અધિકારીઓ-કર્મચારીઓ બેઇમાનો સામે લાચાર દેખાતા હોય છે, આ મામલો પણ નિષ્પક્ષ તપાસનો વિષય છે.
( જે ખોટા બિલોને આધારે ટ્રકોની અવર જવર કરાય છે બિલની બ્લર કોપી અહીં મુકી છે)
હિંમતનગર, વિજાપુરમાં અનેક નકલી પેઢીઓનો જમાવડો
દરોડા કરવામાં આવે તો કરોડો રૂપિયાની સરકારી આવક થઇ શકે છે
અગાઉ પણ સ્ટેટ જીએસટીએ વિજાપુરમાં દરોડા કરીને સ્ક્રેપ અને સળિયાના બિઝનેસ સાથે જોડાયેલી પેઢીઓ પાસેથી લાખો રૂપિયાની વસૂલી કરી હતી પરંતુ હવે ફરીથી અહી નકલી પેઢીઓ ધમધમી રહી છે, 9 તારીખનો જે કિસ્સો છે, તે કિસ્સામાં હિંમતનગરની પેઢીનો સળિયાનો માલ રાજસ્થાનના કોટામાં જઇ રહ્યો હતો, તે પણ નકલી બિલને આધારે, આ પેઢીમાં પણ જો જીએસટી વિભાગ દરોડા કરે તો કરોડો રૂપિયાની સરકારી રિકવરી થાય તેમ છે. કારણ કે આ ટ્રકમાં જે સળિયા હતા, તેની મોટી રિકવરી થાય તેમ હતી. જીએસટી ચોરી મામલે અગાઉની વિભાગની કાર્યવાહી પરથી ખબર પડે છે કે અંદાજે 15 લાખ રૂપિયા ટેક્સ અને દંડ તમે આ ટ્રકમાંથી વસૂલી શકતા હતા, તેની જગ્યાએ કોડવર્ડથી તમે આ ગાડી છોડી દીધી.
છેલ્લા 40- 50 દિવસમાં એવું તો શું થયુ કે રોડ પરના કૌભાંડો વધી ગયા !
એક અધિકારીની સતર્કતાથી થોડા મહિના પહેલા સ્ટેટ જીએસટી વિભાગે અનેક બિલ વગરની ગાડીઓ પકડી અને મસમોટી જીએસટીની રકમની વસૂલાત કરી અને હવે અચાનક જ ખાસ કરીને અમીરગઢ અને શામળાજી સરહદ પર એવું તો શું થયું કે બિલ વગરની ગાડીઓ ઓછી પકડાવા લાગી અને વસૂલાત પણ પહેલાની સમકક્ષ ઓછી થઇ ગઇ, આ શંકાસ્પદ ગતિવિધીઓ સાથે અમદાવાદ સ્ટેટ જીએસટી ઓફિસ તપાસ કેમ નથી કરતું તે સૌથી મોટો સવાલ છે ! આખરે આ બધું કરવાની કયા મોટા માથાએ છૂટ આપી દીધી છે તે વિષય પર ઉંડી તપાસ થવી જરૂરી છે.
અમદાવાદ FIRE NOC લાંચકાંડ: AMCના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે બરતરફ, 4 દિવસના રિમાન્ડ પર | 2026-08-08 20:44:32
બે છોકરીઓ અચાનક ગુમ થઈ ગઈ, પછી પોલીસ તેમને શોધી કાઢી.. બહાર આવેલી સ્ટોરી તમને ચોંકાવી દેશે | 2026-08-08 17:14:28
હવે ભરતી થશે, ગુજરાતમાં TET-1 શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે સરકારના વચગાળાના પ્રપોઝલને હાઇકોર્ટે આપી લીલીઝંડી | 2026-08-08 09:11:53
ગોંડલમા પરિણીતાને ટ્રેન નીચે ધકેલીને પ્રેમીએ કરી હત્યા, પોલીસે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન | 2026-08-07 18:04:39
ઇડર તાલુકા પંચાયતના કારકુન રૂ. 15,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા | 2026-08-07 17:57:08
થાઈલેન્ડમાં વિદ્યાર્થીએ પહેલા દાદા-દાદીની હત્યા કરી, પછી એક વિદ્યાર્થી અને 5 શિક્ષકોને મોતને ઘાટ ઉતાર્યા | 2026-08-07 14:02:00
રાજકોટ: FB પર મિત્રતા કરીને ખેડૂત સાથે રૂ. 6.30 લાખનું સાયબર ફ્રોડ, એક મહિલા સહિત 3 વિદેશી ઝડપાયા | 2026-08-06 18:47:24
છત્રાલમાંથી મહિને 30,000 લિટર નકલી ઘી સપ્લાય થયું હોવાનો અંદાજ, લુધિયાણા, કાનપુર અને હૈદરાબાદમાં પણ મોટા ભેળસેળ રેકેટનો પર્દાફાશ | 2026-08-06 09:10:26
નકલી કોલ સેન્ટર મામલે ED નો સપાટો, વિકાસ નિમાર ઉર્ફે મીસ્ટી બાદ તેના પિતાને પણ એજન્સી ઉપાડી ગઇ | 2026-08-05 22:11:23
ACB એ પોલીસ કર્મચારીને 6 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા, દેશી દારુ મામલે લીધી હતી લાંચ | 2026-08-05 08:53:40