Sat,20 April 2024,6:02 pm
Print
header

સાપનો વેપારઃ ઈન્સ્ટાગ્રામ પર સાઉથ આફ્રિકન સાપનો વેપાર કરનાર સુરતી ઝડપાયો- Gujarat Post

ડમી ગ્રાહક ઉભો કરીને એસઓજીએ પાર પાડ્યું ઓપરેશન

સફેદ સાપ આપનાર કેરળનો શખ્સ વોન્ટેડ જાહેર કરાયો

સુરતઃ કામરેજના વલથાણ નહેર ખાતેથી સફેદ આફ્રિકન સાપ સાથે એક ઈસમની સુરત જિલ્લા એસઓજી પોલીસે અટકાયત કરી છે. ઈન્સ્ટાગ્રામ આઈડી મારફતે એક્ઝોટિક એનિમલનું ગેરકાયદે વેચાણ કરતાં ઈસમને પકડી પાડવા ડમી ગ્રાહક ઉભો કરી ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતુ. આ કેસમાં સફેદ સાપ તથા અન્ય જીવ આપનાર કેરળના શખ્સને વોન્ટેડ જાહેર કરાયો હતો.

સુરત જિલ્લા એસઓજી પોલીસે ઈન્સ્ટાગ્રામ પર એક્ઝોટિક એનિમલના વેચાણના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. એક ઈન્સ્ટાગ્રામ આઈડીમાં એક્ઝોટિક એનિમલના ફોટા મુકીને તેના વેચાણનો વેપલો કરવામાં આવતો હોવાની મળેલી બાતમી બાદ ડમી ગ્રાહક ઉભો કરીને આ શખ્સનો સંપર્ક કરાયો હતો અનેે નક્કી કરેલા સ્થળે તેને સફેદ સાપ સાથે બોલાવાયો હતો.

કડોદરાથી કામરેજ જતાં નેશનલ હાઇવે નંબર 48 પર વલથાણ નહેર ખાતે પ્રાણી વેચવા આવેલા મારગ્શ ઉર્ફે માર્ટિન સરૈયા (ઉ।વ.22)ની અટક કરવામાં આવી હતી.એનિમલ આપનાર કેરળના ઈસમ અથુલ રોમારીયોને વોન્ટેડ જાહેર કર્યો છે, પકડાયેલા આરોપીએ આ પ્રણીઓ ઓનલાઈન કેરળના ઈસમ પાસેથી મંગાવ્યા હોવાની કબૂલાત કરી હતી. તેની પાસેથી સાપ સહિત ત્રણ પ્રાણીઓ કબ્જે કરીને કાર્યવાહી કરવામાં આવી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch