Sat,20 April 2024,12:44 pm
Print
header

WhatsApp ટૂંક સમયમાં લોન્ચ કરશે આ જબરજસ્ત ફીચર, અહીં વાંચો ડિટેલ્સ

વોટ્સએપ સતત પોતાના યુઝર્સના એક્સપીરિયન્સને સુધારવા માટે અનેક ફિચર્સ લાવતું રહ્યું છે. WhatsApp ઘણાં સમયથી મલ્ટી ડિવાઇસ સપોર્ટ પર કામ કરી રહ્યું છે. મલ્ટીપલ ડિવાઇસ ફીચર આવ્યા બાદ યૂઝર્સ એક સાથે 4 ડિવાઇસિઝમાં એક જ વૉટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે. એવું લાગે છે કે આપણને જલદી આ સુવિધા મળવાની છે. 

WhatsAppના મલ્ટી ડિવાઇસ સપોર્ટ હજુ ટેસ્ટિંગના અંતિમ ચરણમાં છે, પહેલાથી જ WABetaInfo દ્ધારા શેર કરવામાં આવેલા સ્ક્રીનશોટના માધ્યમથી વૉટ્સએપના મલ્ટી ડિવાઇસ સમર્થનના કેટલાક ભાગોની એક ઝલક પ્રાપ્ત કરવામાં આવી છે. 

હવે એવું જણાવાઇ રહ્યું છે કે વૉટ્સએપ પોતાના સાર્વજનિક બીટા ટેસ્ટર્સ માટે આ સુવિધાને સક્ષમ કરવાની તૈયારી કરી રહ્યું છે. એટલા માટે જે યુઝર્સ વૉટ્સએપના સાર્વજનિક બીટા પ્રોગ્રામ પર છે.તેઓ જલદી આનો ટેસ્ટ કરી શકશે.બધા યુઝર્સ માટે આ ફીચર્સ ક્યારે લૉન્ચ થશે તેને લઇને હજુ સુધી કોઇ જાણકારી બહાર પાડવામાં આવી નથી. 

આ મલ્ટી-ડિવાઇસ સપોર્ટ ફીચર માટે વૉટ્સએપ પોતાના ડેસ્કટૉપ વર્ઝન માટે એક નવો યુઆઇ પણ તૈયાર કરશે. એપ પર, આ સુવિધા, લિંક્ડ ડિવાઇસ હેઠળ ઉપલબ્ધ થશે. અહીં તમે તમારા વૉટ્સએપ ખાતાને એક નવા ડિવાઇસ સાથે લિંક કરી શકો છો અને તમે લિંક કરવામાં આવેલા સાધનોની યાદી પણ જોઇ શકશો.આ એપ પર વૉટ્સએપ વેબડેસ્કટૉપ ઇન્ટરફેસ સમાન છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch