Fri,19 April 2024,10:02 pm
Print
header

FASTag ચોરી, ડેમેજ કે ફાટી જાય તો શું કરવું ? ઘેર બેઠા મેળવો આ સમસ્યાનો ઉકેલ

નવી દિલ્હીઃ આખા દેશમાં ફાસ્ટેગ લાગૂ થઇ ગયું છે, પરંતુ હવે લોકોને ફાસ્ટેગ સાથે જોડાયેલી અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેમ કે ફાસ્ટેગ ગુમ, ડેમેજ (ક્ષતિગ્રસ્ત) અને ફાટી જાય તો શું કરવું ? આ ઉપરાંત, ફાસ્ટેગ ખરાબ કે પછી ચોરી થઇ જવાના સંજોગોમાં વૉલેટમાં નાણાં સુરક્ષિત રહેશે કે નહીં ? ફરી ફાસ્ટેગ લેવા માટે શું કરવું પડશે અને આની પર કેટલો ખર્ચ કરવો પડશે ? આ બધા સવાલોના જવાબ આપને અહીં મળી જશે.

ફાસ્ટેગ લગાવવાનું જરૂરી

હકીકતમાં દેશભરમાં બધી ગાડીઓ પર ફાસ્ટેગ લગાવવાનું જરૂરી થઇ ગયું છે. ફાસ્ટેગને ગાડીની વિંડસ્ક્રીન પર લગાવવાનું હોય છે. આને લગાવ્યા બાદ ટોલ પ્લાઝા પરથી પસાર થતાં ત્યાં લાગેલા કેમેરા તેને સ્કેન કરી લે છે. ત્યાર બાદ ટોલની રકમ તમારા એકાઉન્ટમાંથી પોતાની મેળે જ કપાઇ જાય છે. આ પ્રક્રિયા ગણતરીની સેકંડમાં જ પૂરી થઇ જાય છે. હવે તેની સાથે જોડાયેલી સમસ્યાનું સામાધાન બતાવીએ છીએ. 

ફાસ્ટેગ ગુમ, ડેમેજ (ક્ષતિગ્રસ્ત) કે ફાટી જાય તો શું કરવું ?

ટ્રાન્સ મિનિસ્ટ્રીના જણાવ્યા અનુસાર, એક વાહન માટે એક જ ફાસ્ટેગ મળે છે. જો તે ડેમેજ થાય તો તેને સરળતાથી બદલી શકાય છે. કારણ કે ગાડી માટે કેવળ એક ફાસ્ટેગ નંબર હોય છે. તમે જુની ડિટેલ આપીને ફરીથી ફાસ્ટેગને ઇશ્યૂં કરાવી શકો છો. 

કેવી રીતે ફરી ફાસ્ટેગ થસે ઇશ્યૂં ? 

જો તમારો ફાસ્ટેગ કામ નથી કરી રહ્યો તો તમે ઘેર બેઠા ડેમેજ કે ફાટેલા ફાસ્ટેગને બદલી શકો છો. આના માટે તમે Paytm દ્ધારા નવો ફાસ્ટેગ ઇશ્યૂં કરાવી શકો છો. જેના માટે 100 રૂપિયા ચાર્જ છે. તમે એપ દ્ધારા ગાડીની RC અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર આપીને ફરી ફાસ્ટેગ મંગાવી શકો છો. 

ફાસ્ટેગમાં રાખેલા કેશની વેલિડિટી ક્યાં સુધી ?  

કેટલાક લોકોના મનમાં સવાલ રહે છે કે આ ફાસ્ટેગ ક્યાં સુધી ચાલશે ? આપને જણાવી દઇએ કે ફાસ્ટેગમાં રહેલા કેશની વેલિડિટી અનલિમિટેડ હોય છે. એટલે કે ફાસ્ટેગ બદલાવવો પડે તો પૈસા નવા ફાસ્ટેગમાં ટ્રાન્સફર થઇ જાય છે. ફાસ્ટેગને My FASTag એપ કે નેટબેંકિંગ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ, યૂપીઆઇ, પેટીએમ અને અન્ય લોકપ્રિય રીતે રિચાર્જ કરી શકાય છે, તમે આ એપ્સ દ્ધારા ફાસ્ટેગ બદલી શકો છો. 

ફાસ્ટેગ ગુમ થઇ જાય તો પૈસાનું શું થશે ?

ગાડી ચોરી થઇ જાય તો બેંકની હેલ્પલાઇન નંબર પર ફોન કરીને ફાસ્ટેગને બ્લોક કરાવી શકો છો. ગાડીનો કાચ તૂટવા પર ફાસ્ટેગ ખરાબ થઇ જાય છે તો તમે તેને ક્યાંય પણ બદલી શકો છો. જો તમે જાતે બેંક કે પછી ફાસ્ટેગ સેન્ટરમાં જઇને તમારી ગાડીની આરસી અને દસ્તાવેજ બતાવીને બીજો ફાસ્ટેગ લો છો તો કોઇ ચાર્જ નહીં આપવો પડે. 

FASTag એકાઉન્ટ અંગે 

મહત્વનું છે કે જ્યારે તમે પહેલીવાર ફાસ્ટેગ માટે અરજી કરો છો તો તે સમયે એક FASTag એકાઉન્ટ જનરેટ કરવાનું હોય છે, જે હંમેશા માટે હોય છે. આ FASTag ખાતાને ઓનલાઇન કે FASTag એપ દ્ધારા એક્સેસ કરી શકો છો. એટલા માટે પણ ફાસ્ટેગ બદલીને જુના એકાઉન્ટની ડિટેલને વેરિફાઇ કરી નવો ફાસ્ટેગ ઇશ્યૂં કરી દેવામાં આવે છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar