Sat,20 April 2024,4:53 am
Print
header

પ.બંગાળઃ ટીએમસીએ જાહેર કર્યાં ઉમેદવારો, પેટાચૂંટણીમાં મમતા આ બેઠક પર ઝંપલાવશે

કોલકતાઃ કેન્દ્રીય ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ અને ઓડિશા વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ જાહેર કરી હતી. બંગાળ અને ઓડિશામાં 30 સપ્ટેમ્બરે પેટા ચૂંટણી યોજાશે. બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ કેટલીક માંગ પણ કરી છે. 30 સપ્ટેમ્બરના રોજ પશ્ચિમ બંગાળની ભવાનીપુર, સમસેરગંજ, જંગીપુર અને ઓડિશાના પીપલીમાં પેટા ચૂંટણી યોજાશે, મત ગણતરી 3 ઓક્ટોબરે થશે.

ટીએમસી દ્વારા પશ્ચિમ બંગાલ પેટા ચૂંટણીના ઉમેદવારો જાહેર કરાયા છે. મમતા બેનર્જી ભવાનીપુરથી, ઝાકીર હુસૈન જંગીપુરથી અને અમીરુલ ઈસ્લામ સમસેરગંજથી ચૂંટણી લડશે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ મુખ્યમંત્રી પદ પર રહેવા માટે વિધાનસભા ચૂંટણી જીતવી જરૂરી છે. બંગાળમાં વિધાનસભા પરિણામ મે મહિનામાં જાહેર થયા હતા. મમતાને બીજેપી ઉમેદવાદ શુભેંદુ અધિકારીએ હાર આપી હતી. ચૂંટણી પંચના નિયમ મુજબ જો કોઈ મુખ્યમંત્રી કોઈ વિધાનસભા કે વિધાન પરિષદના સભ્ય ન હોય તો 6 મહિનાની અંદર ગૃહમાં ચૂંટાઇને જવું જરૂરી છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી માટે વિધાનસભા પેટા ચૂંટણીનો રસ્તો ખાલી કરતાં રાજ્યના સત્તાધારી પક્ષ તૃણમુલ કોંગ્રેસ નેતા શોભન દેવે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. તેઓ ભવાનીપુર વિધાનસભા સીટથી વિજેતા બન્યા હતા.  

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch