Sat,20 April 2024,10:40 am
Print
header

West Bengal Election: કૉંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો વધુ વિગતો

કોલકતાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે કૉંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે.પાર્ટીએ પ્રથમ તબક્કા માટે 5 બેઠકો અને બીજા તબક્કા માટે 8 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. બંગાળમાં કોંગ્રેસ, વામ મોર્ચા અને આઈએસએફ સાથે મળીને ચૂંટણી લડી રહી છે. શુક્રવારે લેફ્ટ મોર્ચાએ પોતાના કેટલાક ઉમેદવારોના નામોની જાહેરાત કરી હતી. 294 વિધાનસભા સીટોવાળી પશ્ચિમ બંગાળમાં 27 માર્ચથી 8 તબક્કામાં મતદાન યોજાવાનું છે. 27 માર્ચે પ્રથમ તબક્કા 38 સીટો પર મતદાન યોજાશે. બીજા તબક્કાનું મતદાન 1 એપ્રિલે યોજાશે. જે અંતર્ગત 30 બેઠકો પર મતદાન થશે.

શાસક પક્ષ મમતાની પાર્ટી ટીએમસીએ શુક્રવારે તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. ટીએમસીએ ત્રણ બેઠકો સિવાય રાજ્યની 291 બેઠકો પર ઉમેદવારોને ઉતારી દીધા છે. દરમિયાન મમતા બેનર્જીએ જાહેરાત કરી હતી કે તે નંદીગ્રામ વિધાનસભા બેઠક પરથી તેઓ ચૂંટણી લડશે. તે જ સમયે, ભાજપે શનિવારે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. ટીએમસી છોડીને ભાજપમાં સામેલ થયેલા સુભેન્દુ અધિકારીને ભાજપે નંદીગ્રામથી ટિકિટ આપી છે. જેઓ મમતા બેનર્જીને ટક્કર આપશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch